Bharuch : ઉતરાયણ પર્વ ની ઉજવણી કરતા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ

ભરૂચ શહેર-જિલ્લામાં ઉત્તરાયણ પર્વ ને દાનપર્વના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ પર્વ તરીકે ઉજવવામાં આવે છે 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ પતંગ ઉત્સવ આપણા દેશમાં ઉત્સવોનું એક અલગ મહત્ત્વ જોવા મળે છે ત્યારે આજે ઉત્તરાયણ પર્વને મનાવવા નો અવસર એટલે મકરસંક્રાંતિ વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા અગાશી ઉપર જઇને પતંગો જગાવે છે અને એકબીજાની પતંગ સાથે પેચ લડાવશે છે ત્યારે આકાશી પતંગયુદ્ધ માં એક પતંગ કપાઈ ગયા પછી પતંગ રસીયા એ કાઇપો છે લપેટ ની બુમો પાડતા આનંદ સાથે પતંગ ઉત્સવ ની મજા માને છે પરંતુ આ વર્ષે કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું વહેલી સવારે મકાનોની અગાસી ઉપર પતંગ રસિયાઓ ની પાંખી હાજરી જોવા મળી રહી હતી પતંગ દોરા ની મોજ દર વર્ષે જે માહોલ જોવા મળતો હતો તે આ વર્ષે નિરાશાજનક જોવા મળી રહી મળી રહ્યો છે એ કાઇપો છે લપેટ લપેટની બૂમો ના દ્રશ્યો કોરોના મહામારીમાં અદ્રશ્ય થઈ જવા પામ્યા છે ત્યારે ઉતરાયણ પર્વ ની મોજ ભરૂચના શહેરના વિસ્તારોમાં નિરાશાજનક જોવા મળી હતી તેવામાં સરકારની કોરોના ગાઈડલાઈ નું પાલન સાથે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેઓના મિત્ર સાથે પતંગના પેચ લડાવી ઉત્તરાયણ પર્વને હર્ષ ઉલ્લાસ માણ્યો હતો તો બીજી તરફ પતંગ રસીયા પોતાના પરિવાર સાથે આનંદ ઉલ્લાસ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા હતા તો બીજી તરફ શહેર ના મકાનો ના ધાબા અગાસીઓ ખાલીખમ નજરે ચડી રહ્યા હતા