Bharuch : દહેજ ખાતે જીઆઇડીસીમાં આવેલ ઓર્ગેનિક કંપનીમાં લાગી આગ

દહેજ ખાતે જીઆઇડીસી માં આવેલ ઓર્ગેનિક કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ
વાગરા ના દહેજ ખાતે જીઆઇડીસી માં આવેલ ઓર્ગેનિક કંપની માં આગ ફાટી નીકળતા કામદારો અને સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.ઘટના સ્થળે દહેજ સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ દોડી ગયા હતા.સ્થળ ઉપર પહોંચેલા ફાયર ફાઈટરોએ કલાકોની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવતા કંપની સંચાલકો સહિત તંત્ર એ રાહત નો દમ લીધો હતો.
વાગરા તાલુકામાં દહેજ,વિલાયત અને સાયખાં કેમિકલ ઝોનમાં સંખ્યાબંધ કંપનીઓ આવેલી છે.તેમજ અનેક કંપનીઓનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ પર છે.ત્યારે ઉધોગ નગરીમાં કાર્યરત કંપનીઓને લઈ સ્થાનિકો ની સુરક્ષા નો મુદ્દો હવે દિન પ્રતિદિન પેચીદો બની રહ્યો છે.કંપની સત્તાધીશો ની બેદરકારીઓ તેમજ ક્ષતિઓને કારણે સાંપ્રત સમય માં આગ ની અનેક ઘટનાઓ સામે આવી છે.ત્યાંજ પુનઃ દહેજ ગામની નજીક જીઆઇડીસી માં આવેલ ઓર્ગેનીક ઇન્ડસ્ટ્રીઝ લિ. વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી.આગ ને કારણે દહેજ ગામમાં લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતા દહેજ ના આગેવાનો અને સરપંચે ગંભીરતા ને પારખી ઘટના સ્થળે દોડી ગયા હતા.