Bharuch : નહેરમાં પાણી ન આવતા ખેડૂતો પાયમાલ બને તેવી સ્થિતિ

પાલડી ગામનાં ખેડૂતો નહેરમાં પાણી ન આવતા પાયમાલ બને તેવી પરિસ્થિતિ તૂટેલી નહેરને ફક્ત માટી નાખી પેચિંગ વર્ક કરાતા નહેર શોભાના ગાંઠિયા સમાન
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના પાલડી ગામની આશરે 400 એકર ખેતીની જમીન પાણી ન મળવાને કારણે સૂકી ભટ્ટ થઈ જવા પામી રહી છે કેશવન થી પાલડી ગામનાં ખેતરોને જોડતી નહેર આવેલી છે જે નહેરમાં પાણીનું એક ટીપું ય ન આવતા ધરતી પુત્રોમાં માં નારાજગી જોવા મળી રહી છે નહેરમાં પાણી ન આવતા ખેતી નાશ પામવા લાગી છે ત્યારે એ જ નહેર તૂટી ગઈ છે જેને ફક્ત માટી નાખી સરખી કરવામાં આવી છે તો સવાલ એવો ઊભો થયો છે કે જો નહેરમાં પાણી આવશે તો આ માટી નાખી સરખી કરવામાં આવેલ નહેરની માટી ધોવાય જશે અને નહેરનું પાણી ખેતરોમાં ફરી વળશે તો ખેડૂતોનો ઊભો પાક ધોવાય જશે તેમ ત્યાંના ધરતી પુત્રો એ જણાવ્યું હતું તેમજ આ નહેરમાં મોટા જાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે જેને કપાવવાની કવાયત તંત્ર હાથ ધરસે કે કેમ તેવી લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ છે જો આ નહેર રીપેરીંગ કરી પાણી છોડવામાં નહી આવે તો મસમોટા આંદોલનની ચીમકી ત્યાંના ધરતીના તાત કહેવાતા ધરતી પુત્રો એ ઉચ્ચારી હતી સાંભળો પાલડી ગામનાં ખેડૂતો શું કહી રહ્યાં છે