Bharuch : પત્રકાર મિત્રોએ ઘાયલ ગાયને દવાખાને પહોંચાડી માનવતા મહેકાવી

આમોદ નગરમાં પત્રકાર મિત્રોએ ઘાયલ ગાયને દવાખાને પહોંચાડી માનવતા મહેકાવી
આમોદ નગરના તિલક મેદાન વિસ્તારમાં ભરાતા શાકભાજી માર્કેટમાં જામતો કચરો આરોગવા પશુઓ સાંજના સમયે અડિંગો જમાવે છે. જેને લઇને આસપાસ ગામોના આવતા ગ્રાહકો રખડતા ઢોરોના કારણે હાલાકી વેઠતા હોય છે. જો કે ગતરોજ થી આ વિસ્તારમાં એક ગાય ઘાયલ અવસ્થામાં પડી હતી. જીવદયા પ્રેમીઓ તેમજ ગૌરક્ષકો અહીં ક્યાંય નજરે પડ્યા ન હતા 18 કલાકથી વધુના સમય સુધી ઘાયલ અવસ્થામાં ગાય કણસતી રહી પરંતુ તેની મદદે કોઈ ન આવ્યું, નાં નગરપાલિકા તંત્ર કે ના ગૌરક્ષક કે ના કોઈ જીવદયા પ્રેમી. ગતરોજ થી પીડાતી ગાયની મદદે આખરે તાલુકાના પત્રકાર સાથીઓ આવ્યા હતા. પત્રકાર સંગઠનના પત્રકાર મિત્રોએ સહભાગી થઈને ઘાયલ ગાયને પશુ દવાખાને પહોંચાડવાની માનવતા ભર્યું કાર્ય કર્યું હતું. પત્રકાર સાથીઓએ નગરપાલિકા વિભાગને જાણ કરતા કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેમની ઉપસ્થિતિમાં ટેમ્પાના ગાય ને ચઢાવી પશુને પાણી પાઈને સારવાર માટે પશુ દવાખાને પહોંચાડી સદકાર્ય નું ઉદાહણ પૂરું પાડ્યું છે.