Bharuch : મોટા માલપોર ગામ નજીક બાઈક સ્લીપ થતા એકનું મોત

ઝઘડીયા તાલુકાના ઝરીયા ગામ અને મોટા માલપોર ગામ વચ્ચે બાઈક સ્લીપ થતા એકનું મોત.
ઝઘડીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અક્કલકુવા તાલુકાના કોટલી વાડીપાડાનો રાકેશ સત્યા વસાવા ઉમર વર્ષ ૨૨ અને અનિલ ગલિયા વસાવા ઉમર વર્ષ ૨૨ બન્ને મિત્રો પોતાની મોટરસાઇકલ GJ 16 AQ 2038 ને લઇ નર્મદા ધારીખેડા સુગર ખાતે કામ અર્થે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળા ઝઘડિયા તાલુકાના ઝરીયા ગામ અને મોટા માલપોર ગામ વચ્ચે વળાંક પર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતાં રાકેશભાઈ વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અનિલ વસાવાને પગના ભાગે ફ્રેક્ચર તથા શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી જેને 108 મારફતે સારવાર અર્થે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, આ બનાવ અંગે મરણજનાર રાકેશ વસાવાની પત્નીએ ઝઘડિયા પોલીસ મથકે જાણ કરતા ઝઘડિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળ ની કાર્યર્વાહી હાથ ધરી છે.