Bhavnagar : બી.એમ.કૉમેર્સ હાઇસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસનો પ્રારંભ

દસ માસના વિરામ બાદ સમગ્ર રાજ્યમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો ત્યારે ભાવનગર ડી.ઇ.ઓ. એન.જી વ્યાસ દ્વારા બી.એમ.કૉમેર્સ હાઇસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો
આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓનાલાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે . તેના ભાગરપે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને આવકારીને ભાવનગર ડી.ઇ.ઓ વ્યાસે શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરાવ્યો હતો . આજથી સમગ્ર રાજ્યમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો એન.જી.વ્યાસે જણાવ્યું હતું કે શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ.ઓ.પી.મા દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ રાજ્યની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી “ છે , કોરોના મહામારીમાં ૧૦ મહિના ઘરે બેસીને શિક્ષણ મેળવી બાળકો દ્વારા જે તપસ્યા કરવામાં આવી છે તેને ઉત્કૃષ્ટ પરિણામમાં બદલવાનો સમય પાકી ગયો છે