Bhavnagar : હોમગાર્ડ યુનિટ દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

શસ્ત્ર પૂજન ના દિવસે ભાવનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
આસો માસના શુક્લ પક્ષની દશમની તિથિ એટલેકે આદ્યશક્તિના નાલી નોરતાનો અંતિમ દિવસ આજના દિવસે ભગવાન શ્રી રામે રાવનો વધ કર્યો હતો તેમજ આજનજ દિવસે માતા દુર્ગાએ મહિસાશૂર રાક્ષસનો વધ પણ કર્યો હતો દશેરા ના દિવસને અસત્ય પર સત્ય નો વિજય નો દિવસ પણ કહેવાય છે આજના દિવસે શસ્ત્ર પૂજાનનું ખાસ દિવસ ગણવામાં આવે છે હિન્દૂ ધર્મમાં આજના દિવસે માતાજીના આશીર્વાદ મેળવી ક્ષત્રિય સમાજ દ્વારા પોતાના શાસ્ત્ર ની ગંગાજળથી અને હળદલ કંકુ થી પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં હોમગાર્ડ જિલ્લા કમાન્ડો એસ.પી.સરવૈયા , કમાન્ડિંગ ઓફિસર , એલ.સી.કોરડીયા, સબ ઇન્સ્પેક્ટર આર.એચ. રાજ્યગુરુ, પ્રવીણભાઈ ગોંડલીયા , તેમજ મહિલા હોમગાર્ડ જવાનો સહિત 200 હોમગાર્ડ જવાનોએ ભાવનગર એસ.પી. કચેરી પરેડ ગ્રાઉન્ડ ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવધ રીતે પોતાના શસ્ત્રો નું પૂજન કરી હંમેશા પોલીસ જાવનોની સાથે ખંભાર્થી ખમભો મેળવી જનતા અને દેશ ની સેવા કરવા માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી.