Bhavnagar : ૬૦,૦૦૦ કોરોના વેક્સીનનો જથ્થો ભાવનગર આવી પહોચ્યો

ગાંધીનગર ખાતેથી બપોરે ૨ કલાકે ભાવનગર ખાતે રવાના કરવામાં આવેલ કોવીશીલ્ડ કોરોના વેક્સીનનો જથ્થો આજે સાંજે ૬ કલાકે ભાવનગર આવી પહોચ્યો હતો. પોલીસ પાઈલોટીંગ સાથે કોરોના વેક્સીન ભરેલી વાન બહુમાળીભવન ખાતે આર.ડી.ડી કચેરી ખાતે પહોચી હતી. આ સમયે જીલ્લા કલેકટર, ડીડીઓ, શહેર અને જીલ્લા આરોગ્ય અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વેક્સીનનો પહેલો જથ્થો ભાવનગર પહોચતા તેનું તિલક આરોગ્ય વિભાગે સ્વાગત કર્યું હતું.
ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે આજે સાંજે ૬ કલાકે કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૬૦,૦૦૦ ડોઝ ગાંધીનગરથી આવી પહોંચ્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ વરૂણકુમાર બરનવાલ, મેડિકલ કોલેજના ડિન હેમંત મહેતા, જિલ્લાઆરોગ્ય અધિકારી એ.કે.તાવીયાડ, આરોગ્ય અધિકારી આર.કે.સિન્હા વગરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમા આજે સવારે લગભગ ૨.૭૬ લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા છે જે પૈકી ભાવનગરમા પણ વેકસીનની ફાળવણી થયેલી છે.જે વેકસીન ડોઝ RDD ના વેરહાઉસ ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. ભાવનગર ખાતેથી બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ ખાતે આ ડોઝ પહોંચતા કરવામાં આવશે. વેકસીનેશન માટે ભાવનગર જિલ્લામાં કુલ ૧૦ વેકસીન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.જ્યાથી પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિક વિસ્તારમા ૫ સ્થળોએ તથા ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં પણ ૫ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.અંદાજે 15,000 જેટલા સરકારી તથા ખાનગી ક્ષેત્રે જોડાયેલા હેલ્થકેર વર્કરોને પહેલા તબક્કામા વેકસીન આપવાનું શરૂ કરાશે.વેકસીનેશન અંગેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.જે માટે પૂરતા પ્રમાણમાં I.L.R, સ્ટોરેજ કેપેસિટી, વેકસીનેટર, તાલીમબદ્ધ સ્ટાફ, ગૃપ સહિતની વેકસીનેશન અંગેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૧૬ મી તારીખે રાજ્ય સરકારનો આદેશ મળતાની સાથે તુરંત જ વેકસીનેશનની કાર્યવાહી શરૂ શરૂ કરવામાં આવશે.