CAA અને NRC બાદ NPRની તૈયારી

CAA અને NRC બાદ  NPRની તૈયારી

નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને લઈ ચાલી રહેલી બબાલની વચ્ચે મોદી સરકાર વધુ એક મોટું પગલું ભરવાની કરી રહી છે તૈયારીઓ। એક મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એટલે કે NPRને મંજૂરી મળી શકે છે. NPR અપડેટ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે તા 1 એપ્રિલથી શરૂ થશે. કેબિનેટની બેઠક માટે નિયત એજન્ડામાં NPRને લઈ પ્રસ્તાવ પણ સામેલ છે. તેમાં દેશના ' સામાન્ય નાગરિકો'ની ગણતરી કરવામાં આવે છે. 'સામાન્ય નાગરિકો'નો મતલબ તે વ્યકિત સાથે છે જે કોઈ સ્થાનિક ક્ષેત્રમાં છેલ્લા 6 મહિના કે તેનાથી વધુ સમયથી રહી રહ્યા હોય કે આગામી 6 મહિના કે તેનાથી વધુ સમય માટે તે ક્ષેત્રમાં રહેવાની તેની યોજના હોય. દરેક નાગરિક માટે રજિસ્ટરમાં નામ નોંધાવવું અનિવાર્ય હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના માટે કેબિનેટ પાસેથી 3941 કરોડ રૂપિયાની માંગ કરી છે. આજની મીટિંગમાં NPR માટે બજેટની મંજૂરી આપી શકાય છે.
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર હેઠળ તા 1 એપ્રિલ 2020 થી તા 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે દેશભરમાં દ્યરે દ્યરે જઈને જનગણનાની કરવાની તૈયારી છે. દેશના સામાન્ય નિવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેઝ બનાવવો NPRનુ મુખ્ય લક્ષ્ય છે. આ ડેટામાં બાયોમેટ્રિક જાણકારી પણ હશે. NPRને તૈયાર કરવામાં લગભગ 3 વર્ષનો સમય લાગી શકે છે. તેની પ્રક્રિયા 3 ચરણોમાં થશે. પહેલા ચરણની શરૂઆત તા 1 એપ્રિલ 2020 થી થશે. તા 30 સપ્ટેમ્બરની વચ્ચે કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારી દ્યરે દ્યરે જઈને જનસંખ્યાના આંકડા એકત્ર કરશે. NPRનું બીજું ચરણ 2021 માં તા 9 ફેબ્રુઆરીથી તા 28 ફેબ્રુઆરીની વચ્ચે પૂરી કરવામાં આવશે. ત્રીજા ચરણ હેઠળ તા 1 માર્ચથી તા 5 માર્ચની વચ્ચે સંશોધનની પ્રક્રિયા થશે.
NRC કેટલું અલગ છે NPR ?
NPR અને NRCમાં અંતર છે. NRCની પાછળ જયાં દેશમાં ગેરકાયદેસર નાગરિકોની ઓળખનો ઉદ્દેશ્ય છે. તો બીજી તરફ 6 મિહના કે તેનાથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં રહેનારા કોઈપણ નિવાસીને NPRમાં અનિવાર્ય રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કોઈ વિદેશી પણ જો દેશના કોઈ હિસ્સામાં 6 મહિનાથી રહી રહ્યો છે તો તેને પણ NPRમાં પોતાની વિગતો નોંધાવવી પડશે. NPRને પહેલ સૌપ્રથમ 2010 માં યૂપીએ સરકારે કરી હતી. ત્યારે 2011 માં જનગણના પહેલા આ કામ શરૂ થયું હતું. હવે ફરી 2021 માં જનગણના થવાની છે. એવામાં NPR ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે.