Chalthan : કડોદરા નાગરીક સહકારી મંડળીની ચૂંટણીના પરીણામો જાહેર

ધી.કડોદરા વિભાગ નાગરિક સહકારી મંડળી ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી પરિણામો આજરોજ જાહેર કરાયાં હતાં પરીણામો અગાઉ જ જીત નિશ્ચિત કરી ચૂકેલા સહકાર પેનલનાં ત્રણેય ઉમેદવારો નો મોટાં માર્જીનથી જીત મેળવતા અનેરો ઉત્સાહ જોવાં મળ્યો હતો.
પાછલા પંદર દિવસ થીં કડોદરા નાગરીક સહકારી મંડળી ની ચૂંટણી ને લઇને મોટો ઉહાપોહ સર્જ્યો હતો પરતું આજરોજ પરીણામ જાહેર કરવામાં આવતાં તમામ અટકળો સહિત વિવાદનો અંત આવ્યો હતો કુલ ૧૮ જૂથ બેઠકોમાંથી સહકાર પેનલનાં ખાતામાં ૧૫ બિનહરીફ હોવાં છતાં સ્વભાવિક પણે પાંચ આંગળીઓ સરખી ન હોય તે કહેવત ને ચરિતાર્થ કરતાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી જે અંતર્ગત ઉંભેળ જૂથ બેઠક ઉપર નવીનચંદ્ર ભગુભાઈ પટેલ સૌથી વધું ૨૦૦૯ મતો ના જંગી આંકડાથી વિજય બન્યાં હતાં જયારે એસ.સી.એસ.ટી. અનામત બેઠક ઉપર અશોકભાઈ રાઠોડ ૧૭૯૪ મતો થીં વિજય થયાં હતાં
હવે જયારે બગુમરા હલધરુ જૂથ બેઠક ની વાત કરીએ તો અહીં પર સહકાર પેનલમાંથી ઉમેદવારી કરનારા એવાં મડળી ના અન્ય વડીલ આગેવાનો ની જેમ જીવન ની ઢરતી સંધ્યાએ પણ મંડળી નાં ઉત્થાન માટે તેને હજી પણ આગળ લઈ જવાની ખેવના ધરાવે છે તેવાં વડીલ શ્રી શાંતિલાલ કલ્યાણજી પટેલ પોતાની ૭૫ વર્ષ કરતાં વધું આયુ હોવાં છતાં સહકારી તેમજ અન્ય સામાજીક સેવાકીય પ્રવૃતિ દ્વારા હંમેશા આગળ રહે છે ના દુરસ્ત તબિયત હોવાં છતાં એક સમયે મંડળી ની ચૂંટણી નહીં થાય અને સર્વાનુમતે એકબીજા સાથે સમન્વય સાંધી મંડળી વહીવટ અડધી અડધી તર્મ તરફનાં વિચારો પણ તેમણે રજૂ કર્યા હતા જેથી આવનારા દિવસોમાં મંડળી તેમજ સભાસદો નું હીત જળવાઇ તે દિશામાં આગળ વધવા ઉપર તેમણે તૈયારી દરશાવી હતીં જોકે સત્ય સાંઇ સેવા ટ્રસ્ટનાં સેવાકીય કાર્યમાં સેવા બજાવનારા અનુભવી શાંતીલાલ પટેલ ની વાતો ને ધ્યાનમાં ન લેવાઇ હતીં જેનું પ્રત્યક્શ પરીણામ આજે જોવાં મળ્યુ હતુ અને જયારે પ્રત્યક્શ આપણી સમક્ષ હોય ત્યારે તેને પુરાવાની જરૂરત હોતી નથી જેથી જ બગુમરા જૂથ બેઠક પરથી શાંતીલાલ પટેલ પોતે ૧૪૭૯ મતો થીં વિજય થયાં હતાં.