Chalthan : ખાંડ ઉધોગ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી

દક્ષિણ ગુજરાતની ગણનાપાત્ર સુગર મીલોમાં જેની ગણતરી થાય છે તેવી ચલથાણ ખાંડ ઉધોગ સહકારી મંડળી ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી આજરોજ ચૂંટણી અધિકારી મનહરભાઇ પટેલ ના નેજા હેઠળ ખુબજ શાંતિમય વાતાવરણમાં યોજાઇ રહીં છે ત્યારે આજરોજ વહેલી સવારથી જ ખેડુત સભાસદો સહિત મહિલાઓએ પણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મીલોમાં ચૂંટણી ને લઈને પાછલાં ઘણાં દિવસો થીં તૈયારીઓ ખુબજ જોર શોરથી ચાલી રહી હતી જેમાં ચલથાણ સુગર વ્યવસ્થાપક સમિતિનાં કર્તા હર્તા ની કમાન કોને મળશે તે મુદ્દો ખુબજ ચર્ચમાં રહ્યો હતો
ઓલ ઇન્ડિયા સુગર ફેડરેશન તેમજ ગુજરાત ખાંડ ઉદ્યોગના વાઈસ પ્રેસિડેન્ટ એવાં શ્રી કેતનભાઇ ચીમનભાઈ પટેલ દ્વારા પોતાની સહકાર પેનલની રચના કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેઓ ગત ટર્મમાં ચલથાણ સુગર ફેક્ટરી ના ચેરમેન તરીકે રહીં ચૂક્યા છે જોકે તેમની વિરુદ્ધ કિસાન પરીવર્તન પેનલની રચના કરવામાં આવી હતી અને ચૂંટણી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં સહકાર પેનલનાં ખાતામાં કુલ આઠ બેઠકો પહેલાંથી જ બિનહરીફ થઈ જવાં પામી હતી પરતું જયારે આજરોજ નવ જૂથ બેઠકો માટેની આમને સામને ની ટક્કર ને લઇને વહેલી સવારથી જ મહીલા સહિતનાં તમામ ખેડુત સભાસદો ઉમટી પડ્યા હતા પોતાનો કિંમતી મત આપી તેમનાં ઉમેદવારોનું ભવિષ્ય મત પેટીમાં અકબંધ કર્યું હતું જેને કારણે વહેલી સવાર થીં જ ચલથાણ સુગર ચૂંટણી ને લઇને ફુલગુલાબી ઠંડીમાં પણ વાતાવરણમાં ગરમાટો જોવાં મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજયમાં મોવળી મડર એક રણનિતી મુજબ પોતાની કામગીરી કરતું આવ્યું છે જેનો ઉત્તમ દાખલો ગુજરાત પ્રદેશ અધ્યક્શ તરીકે શ્રી સી.આર પાટીલ સાહેબની નિમણુંક થયાં બાદ રાજયની તમામ આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જે ભાજપે હસ્તગત કરી હતી જે બાદ સી.આર પાટીલ સાહેબે પોતાની બુધ્ધી કુનેહ નો ફરીથી એક વખત પરચો આપ્યો હતો તેઓ દ્વારા દક્ષિણ ગુજરાત સહકારી ક્ષેત્ર ની સૌથી મોટી સુમુલ ડેરી નું જે ગુંચવાયેલુ કોકડું હતું તેને પણ સફળતા પૂર્વક ઉકેલવામાં તેઓ સફળ નિવડ્યા હતા જેનાં કારણે જિલ્લામાં ભાજપ સંગઠન એક જૂથ બની વધું મજબુતાઈ સાથે આગળ વધી રહયું હોય તેવું લાગી રહ્યું છે.
તેવીજ રીતે ઘણાં સમયથી જિલ્લામાં ભાજપ સંગઠન નાં માળખું રચના તૈયાર કરવામાં જે ગુંચવણ થઈ રહીં હતીં તેને પણ હવે મોવળી મડર દ્વારા એક પછી એક તબક્કાવાર રીતે ઉકેલી રહીં છે જિલ્લામાં ભાજપ સંગઠન પ્રમુખ તરીકે શ્રી સંદિપભાઈ દેસાઈ ની વરણી કરાયાં બાદ તેમનાં દ્વારા ગતરોજ સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ તરીકે શ્રી કેતનભાઇ ચીમનભાઈ પટેલ ની નિમણુંક કરાતાં આજરોજ ચાલી રહેલ મતદાન ઉપર તેની સીધી અસર જોવાં મળશે જેનો સીધો લાભ સહકાર પેનલનાં ઉમેદવારો ને મળી રહશે જેમાં કોઈ બે મત નથી કારણ કે જગતનો તાત કહેવાતા વિસ્તારનાં ખેડૂતોનાં પ્રશ્નો સરકાર સુધી રજુ કરતી વેળાએ કેતન પટેલ તેમનો સીધો અને સરળ માર્ગ બની રહેશે જેથી કરીને જ આવનારા દિવસોમાં જિલ્લામાં યોજાવા જઈ રહેલ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આડકતરી રીતે જેનો સીધો લાભ ભાજપા ને મળશે જે ભાજપા ની રણનિતી તૈયારી નું શરૂઆતનું એક નાનું એક્શન પ્લાન કહીં શકાય જયારે વિધાનસભાની 182 પ્લસ ક્લાઈમેક્સ ની તો હજી વાર છે.