Chalthan : ખાંડ ઉધોગ સહકારી મંડળી ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી

ચલથાણ ખાંડ ઉધોગ સહકારી મંડળી ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી મતદાન નાં અંતિમ તબક્કા સુધીનાં સમયમાં કુલ 71.03 % જેટલું મતદાન નોંધવામાં આવ્યું હતું જે મત પેટીઓને પરીણામ જાહેર ન થાય ત્યાં સુધીમાં સ્ટ્રોંગ રૂમ ખાતે પહોચાડી વ્યવસ્થીત સીલબંધ કરી દેવામાં આવી હતીં.
સુરત જિલ્લાની ચલથાણ સુગર વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી ગતરોજ સરકાર શ્રી નાં દિશા નિર્દેશ નું પાલન કરી ખુબ જ શાંતિમય વાતાવરણમાં યોજાઇ હતી જેમાં સહકાર પેનલ તેમજ કિસાન પરીવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર જોવાં મળી હતીં કુલ 6749 ઉત્પાદક સભાસદ મતદાતાઓ હતાં જેમાંથી 5824 મતદાતાઓ હાજર રહ્યા હતાં મતદાન પૂર્ણ થવાના નિયત સાંજ સુધીનાં સમયે અદાજીત 4700 થીં વધું મતદારોએ મતદાન કર્યું હતું જેથી નિર્ધારિત સમયે કુલ બુથ ઝોન અંતર્ગત સાંજ સુધીમાં 71.03 % જેટલું મતદાન નોંધવામાં આવ્યું હતું.
જે મતદાન પેટીઓને સ્ટ્રોંગ રૂમ ખાતે સીલબંધ કરી દેવામાં આવી હતી જયાં આગળ બન્ને પેનલનાં ઉમેદવારો ની હાજરીમાં ચૂંટણી અધિકારી શ્રી મનહરભાઇ પટેલ દ્વારા નિરીક્ષણ કરી મતપેટીઓ ને સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત બંદોબસ્ત તથાં સી.સી.ટીવી ની નિગરાની હેઠળ મુકી દેવાઇ હતી ચૂંટણી જાહેરનામા મુજબ આવતીકાલે રવિવાર નાં રોજ ગણતરી થવાની હતી પરતું હાઈકોર્ટનો ઓડર હોવાનાં કારણે હાલ ગણતરી મોકુફ રાખવાનું ચૂંટણી અધિકારી શ્રી મનહરભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જોકે સુગર ફેડરેશન તેમજ અન્ય લાગતાં વળગતાં એમ.ડી.સહીતનાં આગેવાનો સાથે ચર્ચા કરાયાં બાદ તથાં હાઇકોર્ટ દ્વારા બીજો હુકમ નહીં આવે ત્યાં સુધી પરીણામ જાહેર નહીં થાય તેવું જાણકારોનું માનવું છે.