Chalthan : ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતાં ગાર્ડન નું રીડેવલ્પમેન્ટ

રોટ્રી ક્લબ કડોદરા ના સહયોગથી રોટ્રી ક્લબ જિલ્લા રાજ્યપાલ દ્વારા ગ્રામ પંચાયત ની ફાજલ પડેલ જગ્યાએ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતાં ગાર્ડન નું રીડેવલ્પમેન્ટ થવાં જઇ રહયું છે જે અંતર્ગત પલસાણા તાલુકાનાં ચલથાણ ગામ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પલસાણા તાલુકાનાં ચલથાણ ગામ ખાતે ગામનાં સીમાડા ને અડીને ગ્રામ પંચાયત તેમજ ભવ્ય તેમજ વિસ્તારનું સુપ્રસિદ્ધ એવું શ્રી ચંચળેક્ષ્વર મહાદેવ  મંદિર આવેલું છે આ મંદિર પ્રાંગણ નજીક બાજુમાં બે શાળાઓની મધ્યમાં ઘણાં સમયથી જગ્યા ફાજલ પડી હતીં જે જગ્યાએ ગ્રામ પંચાયત સરપંચ, ઉપ સરપંચ,તલાટી સહીતનાં ગામનાં તમામ સભ્યો દ્વારા સંકલન સાંધી ગામનાં બાળકો માટે નાનાં એવાં સુંદર બગીચાનું નિર્માણ કરવા માટે સૌવ કોઈ એકમત થયાં હતાં પરતું અનિવાર્ય સમય સંજોગ નહીં બેસતા કામ અધુરુ રહીં જવાં પામ્યું હતું પરતું રોટ્રી ક્લબ કડોદરા તથાં તેમનાં ટીમ મેમ્બરો દ્વારા આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે
રોટ્રી ક્લબ નાં પ્રમુખ દિનેશભાઇ શાહ તેમજ તેમની ટીમ દ્વારા ચલથાણ ગ્રામ પંચાયતના જાગૃત સભ્ય એવાં ભોળાભાઈ બુધેલીયા સાથે સંપર્ક સાધ્યો હતો જેઓ દ્વારા ગ્રામ પંચાયત વહીવટી તંત્ર સાથે સંકલન સાંધી ગામમાં આવેલ પંચાયતની જગ્યાએ નાનાં એવાં પણ સુંદર બગીચાનું નિર્માણ કરવા માટે સૌવ કોઈ એકમત થયાં હતાં.
અદાજીત લગભગ આઠ લાખ રૂપિયા ની આસપાસ ગાર્ડન રીડેવલ્પમેન્ટ કરવા માટે નો તમામ ખર્ચ રોટ્રી ક્લબ દ્વારા ઉઠાવવા જઈ રહયા છે ત્યારે ગામનાં વિકાસ સાથે સંકળાયેલ વ્યવસ્થા થવાં જઇ રહીં હોય સૌવ કોઈએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો જેને લઈને આજરોજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌવ કોઈએ તેને વધાવતા આવકારી લીધો હતો જેથી આવનારા દિવસોમાં ગામ ને અડીને પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૪૮ ના ઓવરબ્રીજ પરથી ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતું દ્રશ્ય અહીંથી પસાર થતાં રાહદાળીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમજ ગ્રામજનો માટે નિરાંત ની પળો ગાળવા માટે યોગ્ય સ્થાન બની રહેશે જેમાં ગામનાં નાનાં નાનાં  ભૂલકાઓ ના મુખ ઉપરનું સ્મિત બગીચા નિમાર્ણ માટે સુંદર નિર્ણય લેનારા તમામ આગેવાનો ઉપર આશીર્વાદ રૂપી વર્ષા થઇ વરસશે...