Chalthan : પોલીસ દ્વારા કેન્દ્ર માજી મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને ડીટેઇન કરાયા

સરકાર શ્રી નાં ક્રૃર્ષી કાયદા અનુસંધાને ગુજરાત પ્રદેશ અધ્યક્શ સી.આર.પાટીલ સાહેબનાં નેજા હેઠળ સરદાર ભુમિ બારડોલી ખાતે ખેડૂત જનજાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ પલસાણા ખાતે થીં કોંગ્રેસના માજી કેન્દ્ર મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સરકાર શ્રી નાં ક્રૃર્ષી કાયદાને આજે ૨૨ દિવસો વિતવા છતાં હજી સુધીમાં કોઈ નિવારણ થયું નથીં ત્યારે ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડુતોને તથાં સરકાર બન્ને ને એક સમિતિ રચવાનું જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટે રેકોર્ડ પણ મુખ્ય બાબતોને ધ્યાનમાં લઇને ખેડૂત આંદોલન ને રાષ્ટ્રીય મુદ્દો હોય બન્ને પક્ષે સહકાર સાંધી યોગ્ય ચર્ચા વિચારણા દ્વારા ઉકેલ લાવવા જણાવ્યું હતું
કેન્દ્ર ક્રૃર્ષી મંત્રી નરેન્દ્ર તોમરે ગતરોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કિસાન સંમેલન દરમિયાન દેશને વિકાસની તર્જ પર બદલવા માટે ઠોસ નિર્ણયો લેવા પડશે જે નિર્ણયો ભાજપની નરેન્દ્ર મોદી ની સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું તથાં વિપક્ષ માત્ર ખેડૂતોને ગુમરાહ કરી ભ્રમિત કરી રહીં છે તેમ ઉમેર્યું હતું
પરંતુ આજરોજ બારડોલી ખાતે જયારે સુરત, તાપી,ભરુચ તથાં નર્મદા જિલ્લાના ૪૦૦ જેટલા ખેડુતોને જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્શ શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા સંબોધન કરાઇ રહ્યું હતું ત્યારે પલસાણા ખાતે થીં પોલીસ દ્વારા કેન્દ્ર માજી મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને ડીટેઇન કરવામાં આવ્યાં હતાં જયારે પલસાણા તાલુકા કોગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી ની અટકાયત કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ક્રૃર્ષી કાયદાને લઈને ભાજપ સરકાર ખેડૂતોને તેમનાં હીત માટે રાજયમાં ૧૦ તેમજ આખાં દેશમાં ૭૦૦ જેટલી ખેડૂત જનજાગૃતિ અભિયાન સભાઓ યોજવા જઈ રહી છે ત્યારે જે રીતે પાછલાં દિવસોમાં સાહીનબાગ તેમજ હાલમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ધરણાં પ્રદર્શન ને લઇને પણ એક કાયદો બનાવવાની જરૂરત જણાઇ રહીં છે જેથી કરીને હાલમાં દેશમાં જે અરાજકતા સર્જાઇ રહીં છે તેનાં ઉપર કાબૂ મેળવી શકાય.