Chalthan : બેટી બચાવો બેટી પઢાવો સ્લોગનને સાર્થક કરવા બેઠક યોજાઈ

વિશ્વમાં સૌથી લાગણી સભર જો કોઈ શબ્દ હોય તો તે " માં " છે આ શબ્દ ને જો વધું સાર્થક કરવો હોય તો તે માટે આજે જન્મ લેનારી દિકરીઓને બચાવવી ખૂબજ જરૂરી બની રહે છે કારણ કે આજની દિકરી એજ આવતીકાલની માં સ્વરુપ ધારણ કરી દેશ અને સમાજ ને એક સાંકળે બાંધી આગળ વધાવશે.
જિલ્લા મહિલા અને બાળ વિભાગીય કચેરી દ્વારા પલસાણા તાલુકાનાં તમામ ગામડાઓમાં પ્રધાનમંત્રીના "બેટી બચાવો બેટી પઢાવો" સ્લોગન વાળા ઉદ્દેશ્ય ને સાર્થક કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિતેશભાઇ નાયક,પલસાણા ગ્રામ પંચાયત સરપંચ પ્રવિણભાઇ આહીર તથાં તાલુકાના અન્ય ગામડાઓનાં સંરપચો સહિત મોટી સંખ્યામાં મહીલાઓ હાજર રહી હતી સમાજમાં દિકરીઓની ભ્રૂણ હત્યા અટકાવી માનભેર જીવન નિર્વાહ કરી શકે તેનાં ઉપર ઉપસ્થિત સૌવ કોઈએ પોતાનાં અભિપ્રાયો આપ્યાં હતાં.
વર્ષ 2015 મા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા હરીયાણા ખાતે થીં "બેટી બચાવો બેટી પઢાવો " અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી જે અભિયાન ને તેનાં લક્ષય સુધી પહોચાડવા માટે જિલ્લા મહિલા અને બાળ વિભાગીય કચેરી દ્વારા પલસાણા તાલુકાનાં તમામ ગામડાઓમાં આ પુણ્યશાળી કાર્યની ચર્ચા વિચારણા કરી તાલુકાનાં તમામ ગામડાઓમાં આ ઉદ્દેશ્ય ને ઘરે ઘર પહોચાડવા એક મત થયાં હતાં.
સભ્ય સમાજમાં કલંક સમાન દિકરા, દિકરી ની ઉંડી ખાઈને નેસ્તનાબુદ કરવા સરકાર દ્વારા અનેક કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યાં હોવા છતાં હર એક સમાજમાં હજી પણ દિકરીઓને માતાનાં કુખે જન્મ લેતા પહેલાં જ ભ્રૂણ હત્યા કરી દેવામાં આવી રહીં છે જે કિસ્સાઓમાં હજી સુધી કોઈ પણ જાતનો ઘટાડો થયો નથી જે આવનારી પેઢી માટે ચિંતા વધારનાર કહીં શકાય આ સાથે જ કાયદાકીય રીતે મહિલા ઉપર થતાં અત્યાચારો કઈ રીતે અટકાવી શકાય તેનાં ઉપર ચર્ચા વિચારણા કરાઇ હતીં.
આજના એકવીસમી સદી નાં યુગમાં દિકરો દિકરી એક સમાન છે જેથી જ દેશના દરેકે દરેક ક્ષેત્રે આજે દિકરી પુરુષસમોવણી ખભે થીં ખભા મિલાવી આગળ વધી રહી છે.