Chalthan : યુવા મોર્ચા અધ્યક્ષ દ્વારા મહિલા તેમજ બાળકોને ધાબળા વિતરણ

કડોદરા નગર ખાતે સુરત જિલ્લા યુવા મોર્ચા અધ્યક્શ દ્વારા ઉતરાયણ સાથે પોતાનાં પિતાશ્રી ના જન્મ દિવસ નિમિત્તે ગરીબ પરિવારના મહિલા તેમજ બાળકોને ધાબળા તેમજ પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉતરાયણ પર્વનો તહેવાર દરેક દેશવાશીઓ માટે પૂરાતન કાળથી દાન ધર્મનાં કાર્યો કરી પુન્ય પ્રાપ્તિ કરવાં માટે શ્રેષ્ઠ ગણાતો આવ્યો છે જેને વૈજ્ઞાનિકો ખગોળશાસ્ત્ર ની દ્રષ્ટીએ અલગ રીતે તારવતા આવ્યાં છે આ તહેવાર સામાન્ય રીતે ઘરની અગાસીમાં પતંગ,તલના લાડુ તથાં ગરમાગરમ ઉધિયાના શાક તેમજ દાન ધર્મનાં કાર્યો કરી પૂર્ણ થતો હોય છે પરતું આ દિવસે જયારે પોતાનાં પિતાશ્રીનો જન્મ દિવસ હોય અને તેને કંઈક અનોખી રીતે ઉજવણી કરાઇ તેવી મહેચ્છા સાધારણ યુવાન પણ ઈચ્છે તે સ્વાભાવિક પણ છે.
જેથી આજે આપણે વાત કરવા જઈ રહયા છે   કડોદરા વિસ્તારમાં નાનપણથી મોટાં થયેલા અંકુરભાઇ દેસાઈ ની કે જેઓ બાળપણથી જ ગલીએ ગલીએ ઘુમી ને પોતાનાં ખેડૂત પીતા ની આંગળી પકડીને મોટાં થયાં હતાં જેઓ ઉચનીચના ભેદ રાખ્યા વગર જેમ દુધમા સાંકળ ભરી જાય તેવી રીતે વિસ્તારનાં મિત્રો સાથે ઉછરેલા હતાં તેમનાં શરૂઆતનાં જીવનની જો વાત કરીએ તો એક સમયે કડોદરા ના આવાંજ લગભગ તમામ વિસ્તારોમાં તેમણે જેતે ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી ની મતદાતાઓની સ્લીપ વહેચણી કરવાથી પોતાની પાર્ટી સાથેની સફળ શરૂ કરી હતી જે સફળ આજે તેમને હાલમાં જ કડોદરા નગરપાલિકાનાં પૂર્ણ થયેલા પાંચ વર્ષનાં શાસનમાં સિંહ ફાળો આપી શુશાસન તરીકે પરાવર્તિત કરી હતી.
જે સફળ નિરંતર આજે પણ અવિરત ચાલું જ છે જેઓ સુરત જિલ્લા યુવા મોર્ચા અધ્યક્શ તરીકે ની જવાબદારી પણ સંભાળી રહ્યા છે ત્યારે તેમનાં પિતાશ્રીનો જન્મ દિવસ મકરસંક્રાંતિનાં દિવસે જ હોવાનાં કારણે તેમણે નાનપણથી જ જેમની સાથે ઘરોબો રહ્યો હોય તેવાં ગરીબ પરિવારનાં ભાઈ બહેનો તેમજ બાળકો માટે ધાબળા તેમજ પતંગ વિતરણ કરી આ ઉત્સવને પોતાનાં પિતા દિલિપભાઈ ના જીવનમાં યાદગાર સંભારણું બની રહે તે રીતે ઉજવ્યો હતો જયારે કડોદરા હનુમાન ફળીયાનાં સ્લમ વિસ્તારમાં તેઓ તેમની યુવા ટીમ તેમજ તેમના પિતા સાથે નાંની નાંની ગલીઓમાં ગયા હતા તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં પતંગ મેળવવા અંકુર દેસાઈ તરીકે બુમો પાડતા નાનાં નાનાં બાળકો જોતાં એક વખતે એવું લાગતું હતું કે ગરીબ પરિવારના બાળકો સભ્યતા દાખવતા ન હશે પરતું આ રીતે તેમનાં નામ સાથે સાદ કરીને બોલાવવાનું કારણ તેમનો એકબીજા પ્રત્યેની વર્ષોની ઓળખ અને હૃદય સાથે લાગણી સભર બંધાયેલ એક અતુટ દોર છે જે કદી પણ ગમે તેવી પેચ લાગી હોય તો પણ કપાઈ તેમ નથી.    
આમ તો યુવા મોર્ચા દ્વારા પાછલાં બે દિવસથી સંગઠનનાં હોદ્દેદારો સાથે વિસ્તારમાં જરુરીયાત મંદ બાળકો ને પતંગ વિતરણ કરવામાં આવી રહ્યું હતું પરતું ઉતરાયણ પર્વના દિવસે ગરીબ વૃદ્ધ મહિલાઓ સાથે દરેકે દરેક ઘરે જઈ ધાબળા ઓઢાડીને સન્માન કરવામાં આવતાં વૃદ્ધ માતાઓ દ્વારા તેમને અશ્રુભીની આંખે આશીર્વાદ આપ્યા હતાં જે સમયનાં દ્રષ્યો માત્ર કેમેરામાં કેદ કરી શક્યા હતાં જેનાં માટે સ્વભાવિક પણે શબ્દો પણ ઓછાં જ પડે.