Chalthan : વિર અર્જૂન શાખા દ્વારા શસ્ત્ર પૂંજા સમ્પન્ન કરવામાં આવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કડોદરા નગર તથાં ચલથાણ શ્રેત્રના સંયુકત ઉપક્રમે વિર અર્જૂન શાખા દ્વારા વિજયાદશમી ઉત્સવનાં પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજા સમ્પન્ન કરવામાં આવી હતી.
નવરાત્રિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભક્તો દ્વારા માં દૂર્ગા ના સ્વરૂપો ની ભક્તિ ભાવ પૂર્વક આરાધના કરાઇ હતી આ સાથે જ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની મુખ્ય શાખા ખાતે સંધના વડા મોહન ભાગવત દ્વારા શસ્ત્ર પૂંજા સમ્પન્ન કરવામાં આવી હતી તથાં રાષ્ટ્ર ની એક્તા અને અંખડીટતા કોઈ પણ સામ્રાજયવાદી નિતિ ધરાવનારાઓ દેશો તોડી શકે તેમ નથી આજનું ભારત ગમેતે શ્રેત્રે દુશ્મન દેશોને તેમની જ ભાષામાં જવાબ આપવાં સક્ષમ છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની શાખાઓ વડ ના ઝાડ માં રહેલ અન્ય વેલ માફક દેશના દરેકે દરેક રાજયમાં મજબુત રીતે પ્રસળેલી છે જેનું ઉદાહરણ કડોદરા નગર તેમજ ચલથાણ શ્રેત્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની વિર અર્જૂન શાખા ના બંધુઓ છે. જોકે કોરોના મહામારી ને લઇને કાર્યક્રમનું આયોજન માત્ર થોડા કાર્યકર્તા ને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા તથાં ઉપસ્થિત મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી બાલકૃષ્ણ ભાવિશા સુરત જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના બાળ પ્રમુખ તથા શ્રી અરવિંદભાઈ દેસાઈ કલ્યાણજી મહેતાં વિદ્યાલય લોક શિક્ષણ કેન્દ્ર ચલથાણ ના ટ્રસ્ટી સહિત ચલથાણ ગામનાં સરપંચ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમનાં દ્વારા સંઘમાં જોડાયેલા યુવાનો તથાં બાળકોને દેશની એકતા તથાં રક્શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની મહત્વતા વિષે ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનાં અંતે વિજયાદશમી ઉત્સવનાં પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજા સમ્પન્ન કરવામાં આવી હતી.