Chhotaudepur : ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ

નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, છોટાઉદેપુર દ્રારા છોટાઉદેપુર ટાઉનમાં રંગપુર નાકા પાસેથી ટાટા એસ ટ્રક માં ચોરખાનું બનાવી છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી
નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ અંગત બાતમીદારો સક્રિય કરેલ અને આજ રોજ બાતમી હકિકત મળેલ કે એક સફેદ વાદળી કલરની ટાટા ટ્રક નંબર-GJ-18-U-6439 માં ઇગ્લીશ દારૂ ભરી મધ્યપ્રદેશથી રંગપુર થઇ છોટાઉદેપુર તરફ આવી રહેલ છે. જેવી મળેલ બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં રંગપુર નાકા પાસે વોચ નાકાબંધીમાં ગોઠવાઇ ગયેલ થોડી વારમાં બાતમી હકિકતમાં જણાવ્યા મુજબની વાદળી કલરની ટાટા ટ્રક નંબર-GJ-18-U-6439 સામેથી આવતા તેને કોર્ડન કરી ઉભી રાખવા ઇસારો કરતા તે ઉભી રાખેલ. સદર ગાડીમાં તપાસ કરતા કઇ મળી આવેલ નહી પરંતુ વધુ તપાસ કરતા ટ્રકમાં નીચેના ભાગે ચોરખાનુ બનાવી તેની અંદર ભારતીય બનાવટના ઇગ્લીસ દારૂના કવોટરીયા મળી આવેલ હતા. પકડાયેલ ટ્રક ડ્રાઇવરનું નામઠામ પુછતા તેને પોતાનું નામ પૃથ્વીરાંજ વેણીરામ જાટ મુળ રહે.સુરખંડ તા-ભદેસર જિ.ચિતોડગઢ(રાજ્સ્થાન) હાલ રહે.આણંદ શિવમ એપારમેન્ટ હરિઓમ નગર મકાન નં-૧૦૨ તા.જિ.આણંદ નાનો હોવાનું જણાવેલ સદર ટ્રકમાં તપાસ કરતા નીચે મુજબનો મુદદામાલ મળી આવેલ....
(૧) રોયલ સીલેકટના કવોટરીયા નંગ- ૪૮૦૦/- કુલ કિ.રૂ. ૪,૮૦,૮૦૦/-
(૨) ટાટા એસ ટ્રકની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
(૩) અંગ ઝડતીમાથી મળેલ મોબાઇલ તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ. ૮૦૦/-
આમ, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ છોટાઉદેપુર વિભાગ, છોટાઉદેપુર નાઓ તથા તેઓના સ્ટાફ દ્રારા ટાટા એસ ટ્રકમા લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે આરોપી (૧) પૃથ્વીરાંજ વેણીરામ જાટ મુળ રહે.સુરખંડ તા-ભદેસર જિ.ચિતોડગઢ(રાજ્સ્થાન) હાલ રહે.આણંદ શિવમ એપારમેન્ટ હરિઓમ નગર મકાન નં-૧૦૨ તા.જિ.આણંદ નાઓની ધરપકડ કરી સંડોવાયેલ અન્ય આરોપીઓની તપાસ તજવીજ શરૂ કરી આરોપીઓ વિરૂધ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ તજવિજ હાથ ધરવામાં આવી.