Chhotaudepur : શાહિદ મન્સૂરીના જન્મદિવસ નિમિતે ખાસ મીટીંગનું આયોજન

ભીલીસ્તાન લાયન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ  શાહિદ મન્સૂરીના જન્મદિવસે જન્મદિવસ ની ઉજવણીમાં ભીલીસ્તાન ટાયગર સેનાના સ્થાપક ને ખુલ્લો પડકાર ગંદી રાજનીતિ કરવાનું બંધ કરે તેમજ સરકાર ને અલગ ભીલીસ્તાન રાજ્ય આપવા માંગ 
ભીલીસ્તાન લાયન સેનાએ આજે બોડેલીની અંદર ભીલીસ્તાન લાયન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ  શાહિદ મન્સૂરીના જન્મદિવસ નિમિતે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં આજનો મુખ્ય મુદ્દો ભીલીસ્તાન લાયન સેના બનાવવાનું મુખ્ય કારણ અને આદીવાસી વિસ્તારોમાં જે તકલીફો આવી રહી છે તે તકલીફો દૂર કરવા માટે અનેરો ઉપાય જે આદીવાસી સમાજ માટે બને તેવા હેતુ થી આજે ભીલીસ્તાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષના જન્મદિવસ ના રોજ મીટીંગ અને પ્રેસ કોંફ્રન્સ નું આયોજન કરવામાં આવ્યુ 
જયારે અંગ્રેજોના શાશન 1956ની અંદર જે ભીલ પ્રદેશ ને તોડીને ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ને તોડી ને ચાર રાજ્ય બનાવવામાં આવ્યા હતા તે ચાર રાજ્યો ને ફરી જોડી ને ભીલ પ્રદેશ બનાવી એક રાજ્ય થાય તે ઓ અનુરોધ કર્યો હતો આદીવાસી વિસ્તારોમાં બેરોજગારી વિકાસના કામ થતા નથી તે મુદ્દા ને ધ્યાને લઇ અલગ ભીલીસ્તાન રાજ્યની માગણી કરશે સરકાર કોઈ પણ પ્રદેશની હોય આદીવાસી ઓ નું શોષણ કરવામાં જ રસ ધરાવે છે માટે આજથી અમારી અલગ ભીલીસ્તાન રાજ્ય માટે લડત ચાલુ રહેશે  ચારેય રાજ્યોના મામલતદારો ને આવેદન પત્ર પાઠવીશું તેવું જણાવ્યું હતુ 
ગુજરાતમાં આદિવાસી ઓ ના નામે ઢોંગ ધતુરા કરે છે તેમાં મુખ્ય છોટુ વસાવા  સામે શોશિયલ મીડીયા માં આટલી ટીપણી ચાલે છે તેણે લઇ આજે અમારું ખુલ્લું આહવાન છે કે છોટુ વસાવા આવા આદીવાસીઓ ના નામે ઢોંગ ધતુરા બંધ કરે અને આદીવાસી ના મસીહા બનવાના દાવા કરે છે તે બંધ કરે ચૂંટણી આવે ત્યારે ભાજપ કોંગ્રેસ પાસે પૈસા ઓકવાનો ધંધો કરેછે આદીવાસી ઓ ને છેતરી રહ્યો છે ભીલીસ્તાન લાયન સેના તેનો સખત વિરોધ કરે છે અને અલગ ભીલીસ્તાન રાજ્ય લઈને રહેશે  તેવો પડકાર ફેંક્યો હતો