Chhotaudepur : ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા દિવાળીના તહેવારને લઇ પૂર્વ તૈયારી

૧૦૮ ઈમરજન્સી સેવા છોટાઉદેપુર દ્વારા દિવાળી ના તહેવાર ને લય પૂર્વ તૈયારીઓ કરવામાં આવી
છોાઉદેપુર જિલ્લા મા દિવાળી નાં તહેવાર ને લયી ઉત્સ્તભેર ત્યારી થઈ રહી છે તો બીજી તરફ સમગ્ર જિલ્લા મા ઈમરજન્સીના બનાવ સમયે અવિરત સેવા આપનારી ૧૦૮ ઈમરજન્સી છોટાઉદેપુર ની ટીમ ૧૫ જેટલા વિવિધ સ્થળો પર ૭૦ જેટલા સ્ટાફ સાથે ૨૪*૭ કાર્યરત રેહશે
છોટાઉદેપુર જિલ્લા ખાતે કુલ ૧૫ જેટલી ૧૦૮ ઈમરજન્સી સેવા કાર્યરત છે કોરોના મહામારી હોય કે કોઈપણ જાતની ઇમર્જન્સી આવી પડતી હોય એ સમયે ૧૦૮ ઇમર્જન્સી સેવા 24 કલાક દિવસ રાત લોકો ને સેવા પૂરી પડવા માટે તૈયાર હોય છે તદુપરાંત દેશમાં ઉજવાતા તહેવારો મા ઈમરજન્સી વધવાના સંકેતો હોય છે જે બદલ ૧૦૮ ઈમરજન્સી સેવા પહેલેથી જ તહેવારો પ્રમાણે ની તૈયારી કરી ઈમરજન્સી સેવા પૂરી પાડવા ફરજ પર તૈયાર રહે છે .
દિવાળીના તહેવાર માં કોઈપણ જાત ની ઈમર્જન્સી ને પહોંચી વળવા ૧૦૮ ઇમરજન્સી છોટાઉદેપુર તૈયાર રેહસે દિવાળી , બેસતુ વરસ અને ભાઈબીજ ના દિવસે દાઝવાના બનાવો ,અકસ્માતના બનાવો તથા અન્ય ઈમરજન્સી મા વધારો થતો હોય છે જેથી , બોડેલી, પાવીજેતપુર, ડુંગરવાટ, તેજગઢ, કલારાણી, છોટાઉદેપુર મા -૨, ઝોજ, અંબાલા, પાનવડ , કવાટ, આથાડુંગરી ,ગઢબોરીયાદ, નસવાડી , હાંડોદ જેટલા સ્થળો પર ૧૦૮ ઈમરજન્સી સેવા ૨૪*૭ ખડેપગે ત્યાર રહેશે.
૧૦૮ ઈમરજન્સી દ્વાર કરવામાં આવેલ ત્યારીઓ
- ૧૫ એમ્બ્યુલન્સ + એક બેકઅપ એમ્બ્યુલન્સ સાથે ૭૦ જેટલો સ્ટાફ એલર્ટ.
- સમયસર એમ્બ્યુલન્સ સર્વિસ પૂર્વ આયોજન તથા ટેકનિકલ કારણસર એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થાય એવા સમયે ઝડપથી એમ્બ્યુલન્સને રીપેર કરી આપવા માટે વર્કશોપ સાથે સંકલન .
- ૧૦૮ એમ્બ્યુલન્સ માં વપરાતા તમામ સાધનસામગ્રી ચકાસણી
- એમ્બ્યુલન્સ મા વપરાતી મેડીસીનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં અને તેથી જ મંગાવવામાં આવ્યો
- લોકોની સેવા માં દિવસ રાત કાર્યરત એવા ૧૦૮ ઇમરજન્સી સેવા છોટાઉદેપુર ના યોદ્ધાઓ રજા લીધા વિના દિવાળી ના તહેવાર મા વધુ એલર્ટ રહી ઈમરજન્સી સેવા પૂરી પાડશે.
દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી મા થતા વધારો માટે આગાહીઓ ના આંકડા નીચે મુજબ દર્શાવ્યા છે જેમ છેલ્લા ચાર વર્ષના આંકડાઓ તેમજ ચાલુ વર્ષે દિવાળીના ત્રણ દિવસ કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી (forcasting) આપવામાં આવેલ છે