Dabhoi : ઐતિહાસિક વઢવાણા સિંચાઇ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

ડભોઇ તાલુકા નું ઐતિહાસિક વઢવાણા સિંચાઇ તળાવમાં પારાવાર ગંદકી અને દુર્ગંધ મારતી લીલ થી સ્થાનીકો માં આક્રોશ ફેલાયો છે. સ્થાનીકો નું કહેવું છે કે તંત્ર દ્વારા તળાવ ની સફાઈ કરવામાં આવે દુશીત પાણી થી ચામડી ના રોગો થતાં હોવાનું સ્થાનિકો નું માનવું છે.
ડભોઇ તાલુકા ના વઢવાણા ગામે ઐતિહાસિક વઢવાણા સિંચાઇ તળાવ 1400 એકર જમીન માં વિશાળ આસ પાસ ના ખેડૂતો ને સિંચાઇ ના પાણી મળી રહે તે હેતુ સાથે ગાયકવાડ સાસણ દરમ્યાન બનવામાં આવ્યું હતું. પણ તંત્ર દ્વારા તળાવ ની કોઈ કાડજી લેવાતી નથી શિયાળા ની શરૂઆત માં અહી યાયવાર દૂર દૂર થી દેશ ના અને વિદેશ ના લાખો ની સંખ્યામાં પક્ષીઓ નું આગમણ થાય છે ત્યારે તળાવ માં દુર્ગંધ મારતી લીલ અને પારાવાર ગંદકી થી ભારે હાલાકી પડી રહી છે જ્યારે આ દુશીત પાણી ને પગલે ચામડી ના રોગો થતાં હોવાનું પણ સ્થાનીકો નું કહેવું છે તંત્ર દ્વારા તળાવ ના કિનારે દુર્ગંધ મારતી લીલ દૂર કરવામાં આવે તેવી લોક માંગ છે. આગામી સમય માં હવે લાખો ની સંખ્યામાં અહી યાયાવાર પક્ષીઓ નું આગમન થનાર છે ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ તળાવ ની મુલાકાતે આવશે ત્યારે તળાવ ની દુર્ગંધ મારતી લીલ ને પગલે અહી ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ જશે વઢવાણા સિંચાઇ તળાવ ને વેટલેંડ જાહેર કરી ફોરેસ્ટ વિભાગ ને અહીની સ્વચ્છતા નો કારભાર સોપાયો છે ત્યારે ફોરેસ્ટ વિભાગ પક્ષીઓ ના આગમન પૂર્વે તળાવ ને સ્વચ્છ કરવામાં આવે તેવી સ્થાનીકો અને સહેલાણીઓ ની માંગ છે.