Dabhoi : ખેડૂતોએ ડ્રેગન ફૂડ ની ખેતી માટે માર્ગ દર્શન મેળવ્યું

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે થતી ડ્રાઇગન ફૂડ ની ખેતી નું નિરિક્સન તેમજ માર્ગદર્શન માટે જાંબુઘોડા ના શિવરાજ પૂરા તાલુકા ના ભાટ ગામ અને તરગોમ ગામ ના 80 ઉપરાંત ખેડૂતો આવી પહોચ્યા હતા અને સરકાર દ્વારા વનવિભાગ શિવરાજ પૂર હસ્તે આપનારી સહાય માટે ડ્રેગન ફૂડ ની ખેતી માટે માર્ગ દર્શન મેડવ્યું હતું.
ડભોઇ તાલુકાના મોટી હબીપુરા ગામ ના પ્રગતીશીલ ખેડૂતો હરમનભાઈ પટેલ દ્વારા તાલુકા માં એક માત્ર ડ્રેગન ફૂડ ની ખેતી ધરાવે છે. તેઓ મહારાસ્ટ્ર ના પ્રવશે ગયા હતા ત્યાં તેમણે આ ફૂડ ની ખેતી થતાં જોઈ અને તેનું માર્ગદર્શન મેડવ્યું હતું ડ્રેગન ફૂડ ની ખેતી કરવાથી 20 વર્ષ સુધી ફરી ખેતી કરવી પડતી નથી અને દર વર્ષે સારું એવું ઉત્પાદન આવતું હોવાનું હરમનભાઈ પટેલ જણાવી રહ્યા છે વર્ષ 2016માં તેઓ એ 8 વીઘા જમીન માં આશરે 500 જેટલા રોપા રોપી ખેતી શરૂ કરી હતી અને એક એકર જમીન માં આશરે 7 લાખ રૂપિયા ના ડ્રેગન ફૂડ નું ઉત્પાદન કરતાં થયા હતા તેમનું કહેવું છે કે રૂ.250 થી 400 ના ભાવે ડ્રેગન ફૂડ બજાર માં કિલો ના ભાવે વેચાય છે જ્યારે આ ફૂડ કેંશર જેવી જટીલ બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. જેથી ખેડૂત ને સારી આવક થઈ જાય છે જ્યારે આ ખેતી ખૂબ શારી હોય જાંબુઘોડા તાલુકાના શિવરાજપૂર રેન્જ માં સમાવેશ થતાં ભાટ ગામ અને તરગોમ ગામ ના 80 ઉપરાંત ખેડૂતો ને વન વિભાગ દ્વારા આર્થીક સહાય આપી ડ્રેગન ફૂડ ની ખેતી માટે પ્રેરિત કરી રહ્યા છે ત્યારે ડભોઇ તાલુકા ના મોટી હબીપુરા ગામે તમામ 80 ખેડૂતો ને લઈ વન વિભાગ શિવરાજપૂર રેન્જ ના આર.એફ.ઑ. એફ.એ.ખત્રી, તેમજ અન્ય અધીકારીઓ ખેતી નિરિક્સન કરવા તેમજ માર્ગ દર્શન મેળવા મોટાહબીપુરા ગામે આવેલ હરમન ભાઈ ના ખેતરે આવ્યા હતા જ્યાં હરમન ભાઈ પટેલ દ્વારા ડ્રેગન ફૂડ ની ખેતી અંગે નું સંપૂર્ણ માર્ગદર્શન ખેડૂતો ને અપાયું હતું. વધુ માં શિવરાજ પૂર વનવિભાગ રેન્જ આર.એફ.ઑ એફ.એ.ખત્રી દ્વારા જણાવાયું હતું કે અમારા વિસ્તાર માં પણ આ ખેતી કરવા ખેડૂતો ને પ્રેરીત કરી રહ્યા છે જે માટે સરકાર માં થી સહાય મેડવી જે ખેડૂત ને ડ્રેગન ફૂડ ની ખેતી માં રસ હોય તેમણે ખેતી માટે નો તમામ ખર્ચ સરકાર માથી આપવામાં આવનાર છે જે અંતર્ગત પ્રતી ખેડૂત 50 થાંભલા, 200 ડ્રેગન ફૂડ ના રોપા આપવામાં આવનાર છે. આ પ્રસંગે શિવરાજપૂર નજીક ના ભાટ ગામના તેમજ તરગોમ ગામ ના ખેડૂતો એ હરમન ભાઈ પાસે થી માર્ગદર્શન મેડવી આર.એફ.ઑ.એફ.એ.ખત્રી અને હરમનભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.