Dabhoi : પ્રેમધારા યોગાશ્રમ ખાતે નુતનવર્ષ નિમિતે સંતસભાનું આયોજન કરાયું

ડભોઇ તાલુકાના ચણવાડા ગામે જયશ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલીત પ્રેમધારા યોગાશ્રમ ખાતે નુતનવર્ષ નિમિતે સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષે પ.પૂ.સંત શ્રી મસ્ત દાદુરામ બાપુ દ્વારા લેવાયેલ દ્રડ સંકલ્પને દેશના ખૂણે ખૂણે પ્રચાર અને પ્રસાર કરી હિન્દુ સંસ્કૃતીને ઉજાગર કરવા અને અંધશ્રધ્ધાને નાબૂદ અર્થે સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાપુના ભક્તો તેમજ સંત શ્રી માનસરોવર દાસજી બાપુ પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતા.
ડભોઇ તાલુકાના ચણવાડા ગામે આવેલ જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલીત પ્રેમધારા યોગાશ્રમ છેલ્લા કેટલાય સમય થી ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરવાનું કર્યા કરી રહ્યું છે જેમાં આજના યુવાનો જે ગેર માર્ગે દોરાઈ રહ્યા છે તેમણે સાચું માર્ગ દર્શન અને દિશા આપવા પ્રચાર કરતાં આવ્યા છે. જ્યારે ચાલુ સાલ નવા વર્ષના પ્રારંભમાં જ પ.પૂ.મહર્ષી મસ્ત દાદુરામ બાપુ દ્વારા બે દ્રળ સંકલ્પ લેવામાં આવ્યા છે જેમાં પ્રથમ તો માનવી જે ભારતી સંસ્કૃતીને ભૂલી ગેર માર્ગે દોરાઈ રહ્યા છે તેવા યુવાનો અને માનવીઓને પાછા લાવા પ્રયાસ અને બીજામાં આજના દરેક માનવી અંધ્ધશ્રધ્ધા તરફ દોરાઈ રહ્યા છે જે અંધશ્રધ્ધા માનવીના મન માથી કાયમ માટે દૂર કરવાના પ્રયાસો સાથે ચણવાડા આશ્રમ ખાતે એક સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહર્શી મસ્ત દાદુરામ બાપુ દ્વારા ઉપસ્થીત સંતો અને તેમના અનુયાયીઓને દેશ ભરમાં તેમના બે વિષયો અંધ્ધશ્રધ્ધા નાબૂદ કરવા અને ભારતના યુવાનોને ગેર માર્ગે જતાં રોકવા માટે પ્રચાર પ્રસાર કરવા અપીલ કરેવામાં આવી હતી. આ પ્રસંગે પેથલીના સંત શ્રી માનસરોવર દાસ બાપુ પણ ખાસ ઉપસ્થીત રહી બાપુના બંને સંકલ્પને માન આપી પ્રચાર પ્રસાર કરવા માટે હામી ભરી હતી.