Dabhoi : વિધ્યાર્થીઓનું શિક્ષકો અને આચાર્ય દ્વારા સ્વાગત કરાયું

ડભોઇ શ્રી થૂવાવી સાર્વજનીક કેડવણી મંડળ સંચાલીત શ્રીમતી અંજુબેન આર.પટેલ આઈ.ટી.આઈ. ખાતે કોરોના મહામારી બાદ શરૂ થયેલ ટેકનિકલ વર્ગોમાં વિધ્યાર્થીઓનું પ્રથમ દિવસે પુષ્પ અને ચોકલેટ આપી સંસ્થાના ટ્રસ્ટી ગણ શિક્ષકો અને આચાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના થૂવાવી ગામે આવેલ શ્રીમાટી અંજુબેન આર.પટેલ આઈ.ટી.આઈ.માં એન.સી.વીતી ફિટર અને ઈલેકટ્રિશન બે ટ્રેડ ના કોર્ષ ચાલે છે લોકડાઉન અને કોરોના મહામારી ને પગલે અભ્યાસ કાર્ય બંધ હતું જે સરકાર દ્વારા આદેશ અનુશાર શરૂ કરવાના હોય પ્રથમ દિવસે 75 જેટલા વિધ્યાર્થીઓ નું સ્વાગત કરી ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ અરવિંદભાઈ પટેલ,આઈ.ટી.આઈ.ના આચાર્ય વિપિનભાઈ પટેલ, ના માર્ગ દર્શન હેઠળ સોસિયલ ડિસ્ટન્સિંગ અને સેનેતાઇઝિંગ સાથે વિધ્યાર્થેઓનું મહાનુભાવો દ્વારા ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીબીજી ફાઉન્ડેશન ના મેનેજર તથા શાળાના આચાર્ય ડો.દિવ્યા જે. ઠાકર સહિત શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા.