Dabhoi : વડોદરા રોડ ઉપર ડીઝલ પેટ્રોલ ભરેલું ટેન્કર પલ્ટી

ડભોઇ વડોદરા રોડ ઉપર ડીઝલ પેટ્રોલ ભરેલું ટેન્કર સ્ટેરિંગ ઉપર કાબૂ જતાં ફરતીકૂઈ નજીક પલ્ટી જતાં ભારે અફરા તફરી સર્જાઈ હતી ડભોઇ તેમજ વડોદરા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચી કામે લાગ્યું જ્યારે બનાવ બનતા જ ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.
જામનગર થી પેટ્રોલ ડીઝલ ભરી પાવીજેતપુર હરીૐ એશાર પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ ની ડિલિવરી આપવા જતું ટેન્કર ડભોઇ તાલુકાનાં ફરતીકુઇ ગામ નજીક અચાનક ટેન્કર ચાલક નું સ્ટેરિંગ ઉપર થી કાબૂ જતાં ટેન્કર રોડ ની બાજુમા આવેલ ખાઈ માં પલ્ટી મારી ગયું હતું સમગ્ર બનાવ ની જાણ થતાં ડભોઇ પોલીસ સ્ટેશન પી.આઈ.જે.એમ.વાઘેલા થી પોલીસ ટિમ આવી પહોચી હતી સાથે ડભોઇ અને વડોદરા ફાયર ટિમ ની મદદ લેવામાં આવી હતી ડભોઇ વડોદરા રોડ ઉપર આશરે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો હાલાકી સમગ્ર બનાવ માં ચાલક નો આબાદ બચાવ થયો હતો ડીઝલ પેટ્રોલ લીક થવાને કારણે આગ ભભૂકી ઉઠવા નો ભય લોકો માં સેવાઇ રહ્યો હતો. ગાડી માં કુલ ડીઝલ 14000 લિટર અને પેટ્રોલ નો જથ્થો 10000 લિટર નો કુલ મુદ્દામાલ 24000 લિટર હોય લોકો માં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જ્યારે સલામતી ના ભાગ રૂપ તમામ પગલાં લેવામાં આવ્યા હતા આ બનાવ અંગે મામલતદાર પૂજા આર.સાહની ને માલૂમ પડતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 10 કલાક ની ભારે જહેમત બાદ ટેન્કર ને વિશાળ ક્રેન દ્વારા ખાઈ માથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.