Dabhoi : વઢવાણા ગામે ખેડૂત સંઘના પ્રમુખ તરીકે વરણી કરવા બેઠક યોજાઇ

ડભોઇ તાલુકાના વઢવાના ખાતે વિશાળ સિંચાઇ તળાવ આવેલું છે જ્યા આસ પાસ ના 30 ઉપરાંત ગામના ખેડૂતો ખેતી ઉપર નિર્ભર રહે છે જ્યારે આ વિસ્તારમાં મોટા ભાગે ડાંગર ની ખેતી થતી હોય છે ચાલુ સાલ શિયાળા પાકના ઉત્પાદનમા જ તળાવ નું પાણી પૂર્ણ થઈ જશે જ્યારે ઉનાળા માં પાણી મળી રહે તેનું આયોજન કરવા તેમજ આ વિસ્તાર ના ખેડૂત સંઘના પ્રમુખ તરીકે વરણી કરવા ખાસ બેઠક વઢવાણા ગામે યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે વકીલ અશ્વીનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
ડભોઇ તાલુકા ના વઢવાણા સિચાઈ તળાવ ગાયક વાડી સાસણ કાળ થી ખેડૂતો ને સિંચાઇ માટે પાણી પૂરું પાડી રહ્યું છે ચાલુ સાલ અને ગત વર્ષે શિયાળા ના માં જ તળાવ નું પાણી પૂર્ણ થઈ જતું હોવાથી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને ખેડૂતો દ્વારા રજૂઆત કરતાં નર્મદાના પાણી સિંચાઇ માટે વઢવાના એરીગેશન માં છોડતા ખેડૂતો માં આનંદ ની લાગણી પ્રસરી હતી ચાલુ સાલ પણ ખેડૂતો ને આ પાણી મળી રહે સાથે સાથે તળાવ ના કેટલાક ગેટ ની મરામત કરવા, કેનાલો રીપેર કરવા માટે જેવા પ્રશ્નો ના નિરાકરણ માટે વઢવાણા ગામે આસ પાસ ના 30 ગામ ના ખેડૂતો ની બેઠક યોજવામાં આવી હતી. અને તેમના પ્રશ્નો અંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે વિડીયો કોન્ફરસ્ન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય દ્વારા ખેડૂતો ને કોઈ તકલીફ નહી પડે તે માટે જણાવ્યુ હતું. સાથે સાથે આ પ્રસંગે આ વિસ્તાર ના ખેડૂતો ના પ્રશ્નો ને હલ કરવા તેમજ વઢવાણા એરીગેશન ખેડૂત સંગ ના પ્રમુખ તરીકે ડભોઇ ના અગ્રણી અને પણસોલી ના ખેડૂત વકીલ અશ્વીનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે 30 ગામ ના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.