Dabhoi : શ્રી ડી.કે.પટેલ સરવાજનીક હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ડભોઇ તાલુકા ના થૂવાવી ગામે શ્રી ડી.કે.પટેલ સરવાજનીક હાઈસ્કૂલ પટાંગણ માં 72માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી સાથે શાળા ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના થૂવાવી ગામે શ્રી થૂવાવી સાર્વજનીક કેળવણી મંડળ સંચાલીત શાળાઓ શ્રી ડી.કે.પટેલ સાર્વજનીક હાઈસ્કૂલ, વી.આઈ.પટેલ ઉચ્ચતરમાધ્યમિક શાળા, તેમજ અંજુબેન આર.પટેલ આઈ.ટી.આઈ.ના સાયુક્ત ઉપક્રમે 72માં પ્રજાસત્તાક પર્વ ની ભારે ઉત્સાહ પૂર્વક અને કોરોના મહામારી ને પગલે સાદાઈ થી ઉજવણી કરવમાં આવી હતી આ પ્રસંગે શૈક્ષણીક ક્ષેત્રે સીધ્દિઓ મેડવનાર તેજસ્વી તારલાઓ નું પ્રોત્સાહન ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમેશભાઈ પટેલ,રાકેશભાઈ ગાંધી સહિત સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિત આચાર્ય મુકેશકુમાર પટેલ, આચાર્ય ડો. દિવ્યા જે.ઠાકર, સહિત શિક્ષકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા. જ્યારે શાળાનું ગૌરવ વધારનર ભીલ કેવજી જેને શૈક્ષણીક ક્ષેત્રમાં તેમજ રમત ગમત ક્ષેત્રે જિલ્લા કક્ષા તેમજ રાજ્યકક્ષાની જુડો અને દોડ રમત માં બ્રોન્ઝ મેડલ તેમજ ગોલ્ડ મેડલ મેળવ્યું શાળા પરિવાર દ્વારા તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને ટ્રોફી અને રોકડ પ્રોત્શાહન ઈનામ અર્પણ કરવમાં આવ્યું હતું.