Dabhoi : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ મેનેજર થયા વયનિવૃત

ડભોઇ પેન્શનર મંડળ દ્વારા ડભોઇ સ્ટેટબેન્ક ઓફ ઈન્ડિયા ના પૂર્વ મેનેજર વયનિવૃત થતાં તેમનો વિદાય સમારંભ તેમજ નવીન મેનેજર નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડભોઇ પેન્શનર મંડળ ના ઉપક્રમે ડભોઇ જેઠવાની સોપિંગ ખાતે આવેલ કાર્યાલય ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માં મેનેજર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ શાહ આગામી 31મી જાન્યુઆરી ના રોજ વયનિવૃત થતાં હોય તેમણે પુસ્પગુચ્છ સાલ અને મોમેન્ટો આપી વિદાય આપી હતી જ્યારે નવીન મેનેજર તરીકે અભિસેકભાઈ પાંડે એસ.બી.આઈ.બેન્ક ની બાગ દોર સંભાળનાર હોય તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેનેજર અતુલભાઈ શાહ ના કાર્યો ને બિરદાવતા પેન્શનર મંડળ ના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ અને મંત્રી રાજેન્દ્રભાઈ પુરોહિત દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પેન્શનર મંડળ ના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા