Dabhoi : હરીહર આશ્રમ ખાતે લઘુરૂદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

ડભોઇ નાંદોદી ભાગોળ ખાતે આવેલ હરીહર આશ્રમ ખાતે પૂ.વિજય મહારાજ ના સાનીધ્યમાં 11 વિધ્યાવાન બ્રાહ્મણોની ઉપસ્થીતીમાં લઘુરૂદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ભગવાન દેશ માંથી જલ્દી દૂર કરે તે માટે પ્રાથના કરવામાં આવી હતી.
ડભોઈમાં નાંદોદી ભાગોળ સ્થિત આવેલ હરિહર આશ્રમના મહંત જેઓ નવનાથ કાવડ યાત્રાના પ્રણયત્તા અને સદા સુખ દુઃખ ના અવસરમાં અગ્રેસર રહેતા અને તેઓ તેમના નેતૃત્વમાં આશ્રમમાં આવી વિપદાઓ ના સમયે યજ્ઞ કરી વિપદાઓ દૂર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા તથા દરેક ધર્મ અને માનવજાત પ્રત્યે આદર ભાવના રાખતા પ.પું વિજય મહારાજ ના નેતૃત્વ હેઠળ 11 વિધ્યવન બ્રાહ્મણો ને સાથે રાખી બાર કલાક નું યજ્ઞ કરી દેવો ના દેવ મહાદેવ ને રાજી કરી આ કોરોનાની મહામારી ને દૂર કરવા મહાદેવ ને પ્રાર્થનાઓ કરાઈ હતી. પ.પું વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે કોરોનાની દુવિધા જે સમગ્ર વિશ્વને ઘમરોળી રહી છે.તેથી દરેક દુવિધાનું નિવારણ મહાદેવજ કરેછે. તેથી મહાદેવ નો યજ્ઞ કરી મહાદેવ ને રિજવી ખુશ કરી મનાવવા થીજ આ બીમારી નેસ્ત નાબૂદ થવા પામશે અને ડભોઈ ની જનતાને સંદેશ પાઠવતા જણાવ્યું હતું આવા કોરોનાના ગંભીર ચાલતા દોર માં આપણે સૌએ એક થઈ રહેવું જોઈએ અને નાત જાત અને ધર્મ ને ભૂલી એક મેક ને મદદ રૂપ થવું જોઈએ તથા માનવતા ના ધર્મ નું પાલન કરી માનવતા ને મહેકાવવી જોઈએ.સાથે જ સરકારની ગાઈડ લાઈનો નું પણ પાલન કરવું જોઈએ