Dhoraji : માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલક આવક

રાજકોટ જીલ્લાના ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલક આવક ધોરાજી માર્કેટીંગ યાર્ડ બહાર ખેડૂતોની લાંબી કતારો જોવાં મળી
ધોરાજી તેમજ આસપાસના વિસ્તારમાં સારો વરસાદ થતા મગફળીની મબલક આવક
ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કુલ 46,494 ગુણી મગફળીની આવક થય છે અને હજૂ પણ મગફળી ની મબલક આવક ચાલુ છે
ધોરાજી પંથકમાં ચોમાસું સિઝનમાં ધોધમાર વરસાદ પડતાં ધોરાજી પંથકમાં મગફળી પાક નુ વાવેતર ખુબ સારૂં થયું હોય જેથી ધોરાજી તાલુકા નાં ખેડૂતો ધોરાજી નાં માર્કેટીંગ યાર્ડ માં મગફળી ની મબલખ આવક જોવાં મળી હતી જેથી માર્કેટીંગ યાર્ડ માં વહેલી સવાર થી લાંબી લાઈનો જોવાં મળી હતી અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં મગફળી સાચવવા માટે જગ્યા ટૂંકી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે અને માર્કેટીંગ યાર્ડ માં ટેકા નાં ભાવે મગફળી ખરીદી કરવા માટે પણ ખુબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી