Diyodar : મોજરું ગામે ખેતર માંથી કીડી ખાઉં જાનવર મળી આવ્યો

દિયોદર ના મોજરું ગામે ખેતર માંથી કીડી ખાઉં જાનવર નીકળતા વન વિભાગ ના અધિકારી દોડી આવ્યા વિશ્વ માં અતિ દુર્લભ દેખાતા વન્ય જીવ કીડી ખાઉં જેસોર અભિયારણ માં જોવા મળે છે વન વિભાગ ની ટિમ એ મોજરું જુના ગામ ના ગ્રામજનો નો માન્યો આભાર
દિયોદર તાલુકાના મોજરું જુના ગામે એક ખેતરમાં કંઈક અલગ પ્રકારનું જાનવર આવ્યો હોવાનું જાણવા મળતા મોજરું જુના ગામના જાગૃત નાગરિકો ખેતરમાં દોડી ગયા હતા અને જાનવરને ગામમાં લાવી દિયોદર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા દિયોદર પરિક્ષેત્ર વન અધિકારી આરએફઓ મહેન્દ્રસિંહ જે વાઘેલા,ડો જે જી ભટોડ, વનરક્ષક એમ વી પ્રજાપતિ, એન આર બારોટ, રોજમદાર છોટેખાન વગેરે ટિમ મોજરું ગામે દોડી આવી હતી અને વન્ય પ્રાણી કીડી ખાઉંને પાંજરે પુરયુ હતું આ બાબતે મહેન્દ્રસિંહ જે વાઘેલાએ માહિતી આપતા જણાવેલ કે આ એક વન્ય પ્રાણી છે જે વિશ્વ માં અતિ દુર્લભ કહેવાય છે જે ઓછા જોવા મળતા હોય છે આ પ્રાણી કોઈ પણ જાત નું નુકશાન કરતું નથી આ સામાન્ય રીતે બપોલ કરી રહે છે જેમાં મોજરું ગામે આ પ્રાણી જોવા મળ્યું હોવાનું અમોને જાણ થતાં અમારી ટિમ મોજરું ગામે પોહચી હતી અને સહી સલામત રીતે કીડી ખાઉં પ્રાણીને વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યું છે જેમાં આ પ્રાણીને બાલારામ રેસ્ક્યુ કેમ્પ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં તેને મેડિકલ ચેકપ કરવામાં આવશે તેમજ આગળ કાર્યવાહી કરાશે


કીડી ખાઉંનો મુખ્ય ખોરાક કીડી અને મંકોડા હોય છે


આ પ્રાણી કીડી ખાઉંના નામે ઓળખાય છે અને આ વિસ્તારમાં દુર્લભ હોય છે જો કે આ પ્રાણીનો મુખ્ય ખોરાક કીડી, મંકોડા, ઉધઈ, રાફડા, ખોતરી તેને ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખાસ કરીને જેસોર અભિયારણમાં જોવા મળતું આ એક પ્રાણી છે જે લુપ્ત થઈ રહું છે


અગાઉ શામળાજી પાસે શિકાર થયેલ કીડી ખાઉંનું રેકેટ પકડાયું હતું


કીડી ખાઉં આમ સામાન્ય વન્ય પ્રાણી છે જે કોઈ પણ નુકશાનકારક નથી પણ અમુક તસ્કરો અશ્રદ્ધા માટે તસ્કરી કરતા હોય છે જેમાં થોડા સમય અગાઉ શામળાજી પાસે શિકાર થયેલ કીડી ખાઉંનું રેકડ ઝડપાયું હતું


કીડી ખાઉં વન્ય પ્રાણીને બાલારામ રેસ્ક્યુ કેમ્પમાં લઇ જવાશે


મોજરું ગામે ખેતરમાંથી મળી આવેલ કીડી ખાઉંને વન વિભાગ દ્વારા દિયોદર વન વિભાગની કચેરી ખાતે લાવી બાલારામ રેસ્ક્યુ કેમ્પ ખાતે લઈ જવા માટે તૈયારી કરવામાં આવી રહી છે જેમાં એક આ કીડી ખાઉં બચુ હોવાનું દેખાય છે