Dwarka : સરકાર સામે આંદોલનના મંડાણ કરતા આરોગ્ય વિભાગના કર્મચારી

દ્વારકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન પર ઉતર્યાની જાણ લેખિત કરવામાં આવી છે આજે કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે લેખિત જાણ કરવામાં આવી છે 
ગુજરાતમાં પંચાયત હસ્તકના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામયુ છે ત્યારે દ્વારકા જિલ્લામાં 300 થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે આજે આંદોલનમાં આરોગ્ય કર્મચારીઓ જોડાતા આરોગ્ય વિભાગમાં એની અસર પણ જોવા મળી હતી કોવિડ સેન્ટરો પર અને મા અમૃતમ સહિતની કામગીરીમાં અસર જોવા મળી રહી છે જૂની પડતર માંગણીઓ ન સંતોષાતા સરકાર આર યા પાર ના સંકલ્પ સાથે રાજ્યના 33 હજાર કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલન ની નોટિસ પણ સરકારને અપાઈ છે ત્યારે દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ ના હોદ્દેદારોએ આજે DDO ને આંદોલન પર ઉતરવા મામલે લેખિત જાણ આજરોજ કરવામાં આવી છે ત્યારે આજથી જ જિલ્લામાં પણ વિવિધ આરોગ્ય લક્ષી કામગીરીઓ ઠપ્પ થશે કોવિડ વેકસીન પણ આંદોલન દરમીયાન આ આરોગ્ય કર્મચારીઓ લેશે નહીં અને આપશે પણ નહીં ત્યારે આંદોલન આ વખતે કોવિડ મહામારી સમયે ઉગ્ર બન્યું છે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી પડશે