Gir somnath : ગેરકાયદે શાળા ખોલવા રચ્યું કારસ્તાન

ગેરકાયદે શાળા ખોલવા રચ્યું કારસ્તાન... પરંતુ આખરે પાપ છાપરે ચડી પોકાર્યું અને કૌભાંડી શાળા સંચાલક ની પોલીસે કરી અટકાયત...
વેરાવળ ની વિવાદિત દર્શન શાળા ના સંચાલક ભુપેન્દ્ર વિઠલાણીની પોલીસ દ્વારા અટકાયત..
*સાત વર્ષ સુધી ચાલેલી પોલીસ તપાસ બાદ અટકાયત*
ગેરકાયદે શાળા ઇમારત ની બોગસ બાંધકામ મંજૂરી ઉભી કરી મેળવી હતી માન્યતા...
નગરપાલિકા ના ચિફ ઓફિસર અને બાંધકામ એન્જીનીયર ના ખોટા સહી સિક્કા...
પાલિકાના એન્જીનીયર દ્વારા નોંધાવાઈ હતી પોલીસ ફરિયાદ...
રાજકીય ઓથના પગલે ગોકળગતી એ તપાસ ચાલતી હોવા ની ચર્ચા...
શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા ગેરકાયદે દર્શન શાળા માન્યતા રદ કરી દેવાઈ છે.
વિવાદિત સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી ની પોલીસ અટકાયત ના પગલે શિક્ષણ જગતમાં ચકચાર...
શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને વ્યાપાર બનાવનાર વેરાવળની અતિ વિવાદિત દર્શન શાળાના કૌભાંડી સંચાલકની અંતે પોલીસે અટકાયત કરતા વેરાવળ સહિત જિલ્લા ભર ના શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગેરકાયદે શાળા ખોલવા કરાયેલ કારસ્તાન નો અંતે ભાંડો ફૂટ્યો હતો અને પોલીસ ચોપડે ગુન્હો પણ નોંધાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ના કારણે છેલ્લા સાત વર્ષ થી પોલીસ આ ગુન્હા ની તપાસ ચલાવતી રહી અને આખરે તો કૌભાંડકારી શાળા સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી ની ધરપકડ કરી હતી.
શિક્ષણ જગત ને લાંછન લગાડતા આ ચર્ચાસ્પદ ગુન્હાખોરી અંગે પોલીસ અધિકારી ના જણાવ્યા પ્રમાણે વર્ષ 2006 માં દર્શન શાળા ની શિક્ષણ વિભાગ માંથી મંજૂરી મેળવવા શાળા ના ગેરકાયદે બાંધકામ ની બોગસ પરવાનગી ચિઠ્ઠી શિક્ષણ વિભાગમાં રજૂ કરાઈ હતી
આ બોગસ પરવાનગી ચિઠ્ઠી માં વેરાવળ નગરપાલિકા ના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જીનીયર ના ખોટા સહી સિક્કા બનાવી લગાવ્યા હતા.
આ બાબતે વર્ષ 2014 માં પાલિકા ના એન્જીનીયર દ્વારા વેરાવળ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
તાપસ દરમિયાન દર્શન શાળા ના સંચાલક ભુપેન્દ્ર મનસુખ લાલ વિઠલાણી એ શિક્ષણ વિભાગ માં આ બોગસ પરવાનગી ચિઠ્ઠી રજૂ કરી ગેરકાયદે શાળા ની મંજુરી મેળવ્યા નું સામે આવતા પોલીસે ભુપેન્દ્ર વિઠલાણી ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે છાશવારે અનેક વિવાદો માં રહેતી અને સરકાર ના શિક્ષણ વિભાગ ના નિતી નીયમો ના અનેકવાર ઉલ્લંઘન બદલ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ શાળા ની માન્યતા પણ રદ કરી દેવામાં આવી છે.
રાજકીય ઓથ ના કારણે મૂળ થી જ ગેરકાયદે શાળા સામે કડક કાર્યવાહી માટે તંત્ર ની ઢીલી નીતિ ના પણ આક્ષેપો ઉઠ્યા છે.