Jamnagar : કાલાવડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાન ની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. ઉમદા વિચાર થી રાજયના શિક્ષણ વિભાગ દ્ધારા રક્તદાન કેમ્પ નુ આયો૫જન કરવામાં આવ્યુ
જામનગર જીલ્લા કાલાવડ જે પી એસ સ્કુલ ખાતે મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ. જીલ્લા શિક્ષણ અધિકારી પણ ખાસ ઉપસ્થિ રહ્યા.. રાજય ના શિક્ષણ સચીવ શ્રી વિનોદ રાવ સાહેબ ના માર્ગદર્શન થી તેમજ જીલ્લા શિક્ષણ સંઘ સરકારી શાળા , ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળા ના માન્ય મંડળોના સહયોગ થી મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ..કોરોના વાયરસ મહામારી સમયે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા ઉદ્દેશથી શિક્ષણ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જામનગર જીલ્લા શિક્ષણાઅધિકારી ડોડિયા સાહેબ ખાસ ઉપસ્થિતિ રહેલ. અને સૌપ્રથમ રક્ત ડોનેટ કરી ને શિક્ષક મિત્રો ને પ્રેરણા પુરી પાડી.. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.તો આવો આજે આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન દઈએ.... આ રક્તદાન કેમ્પ માં બહોળી સંખ્યામાં લોકો એ બ્લડ ડોનેસન કર્યુ.. આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે તાલુકા શાળા ના શિક્ષકો ભારે જહેમત ઉઠાવેલ... આ તકે અમારા યુવા પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયા એ પણ બ્લડ ડોનેસન કર્યુ..