Jamnagar : ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ જોધાભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું મોત

કાલાવડના નાની ભગેડી ગામે ભરવાડ પરીવાર પર આભ ફાટ્યું , ૭૯ ઘેટાના થયા મૌત.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ જોધાભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું મૌત થતાં પરીવાર પર આભ ફાટી ગયુ. એક માત્ર પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈને ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે વહેલી સવારે કોઈ જંગલી પ્રાણીએ વાઘના વાડામાં હુમલો કરીને મારણ કરેલ. અચાનક હુમલો થતા ઘેટા ભડકી ગયા જેથી નાશભાગ મચી ગયો હતો જેના પરીણામે ૮૯ ઘેટાનું મોત થયું અને ૨૦ થી વધુ ખાયલ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કાલાવડ ફોરેસ્ટ વિભાગના અધીકારીઓ તેમજ ડોક્ટર સ્થળ પર દૌડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ટપુભાઈ જોધાભાઈ ટારીયા સહ પરીવાર સાથે રહીને પશુપાલનનો વ્યવસાય કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે કોઈ જંગલી જાનવરે અચાનક તેમના ઘેટા બકરાના વાડામાં ઘુસીને ઘેટા ઉપર હુમલો કરીને મારણ કરેલ, અચાનક આવેલ જંગલી પ્રાણીથી ઘેટાઓ ફડકી ઉઠયા હતા જેથી નાશભાગ મચી ગઈ હતી તેના પરીણામે ૭૯ ઘેટાનું મૌત થઈ ગયુ અને આશરે ૨૦ થી વધુ ઘાયલ થઈ ગયા હતા. ત્યારે આજુબાજુના વાડામાં સૂતા ભરવાડ સમાજના ભાઈઓ જાગી જતા અને બતીની લાઈટ કરતા જંગલી જનાવર ભાગી ગયુ હતુ પરંતુ અંધારૂ અતિશય હોવાથી ચોક્કસ ક્યુ જનાવર હતુ તેનો ખ્યાલ આવ્યો ન હતો. ઘટનાની જાણ થતાં કાલાવડ ફોરેસ્ટ વિભાગના અધીકારી ચૌહાણ સાહેબ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ સમગ્ર ઘટનાની જાણ કાલાવડ તાલુકાના ભરવાડ સમાજના અગ્રણી અને પત્રકારત્વમાં જેની સારી નામના છે તેવા અમારા પ્રતિનિધિશ્રી ભોજાભાઈ વિસાભાઈ ટોયટાને થતાં જ ટેલીફોનીક સંપર્ક કરીને સઘડી હકીકત કાલાવડ ફોરેસ્ટ અધિકારીશ્રી ચૌહાણ સાહેબ પાસેથી મેળવી હતી. તેમજ કાલાવડ તાલુકાના મામલતદારશ્રી રેવર સાહેબને ટેલીફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. વધુમાં ચૌહાણ સાહેબે વાતચીતમાં જણાવ્યું કે કોઈ જંગલી પ્રાણીએ હૂમલો કર્યો છે પરંતુ વાડામાં અને આજુબાજુમાં તપાસ કરતા ક્યુ પ્રાણી છે તે ચોક્કસ કહી શકાય તેમ નથી કારણ કે કોઈની ભાળ કે સ્થળ પર પગલા મળેલ નથી. સ્થળ પર ડોક્ટરની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરીને ઘાયલ પશુઓને ઈંજેક્શન આપીને જરૂરી સારવાર કરેલ હતી અને ફોરેસ્ટ અધિકારીએ પંચ રોજકામની કામગીરી પૂર્ણ કરેલ હતી. પરંતુ હાલ તો ટપુભાઈ ટારીયા અને પરીવાર પશુપાલનની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આજે ૭૯ (ઓગણ એંસી) જેવા તેમના ઘેટા કે જેની અંદાજે કિંમત આશરે રૂપિયા ૬,૩૨,૦૦૦ જેવી થાય છે તેના મૌત થતાં જ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરીવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ૭૯ ઘેટાનું મરણ થતાં જ પરીવાર પર આર્થિક સંકટ ઉભુ થઈ ગયુ છે. સમાજ અગ્રણી ભોજાભાઈ ટોયટા, બટુકભાઈ ઝાપડા, હરીભાઈ ટોયટા, હેમાભાઈ ગમારા, હરીભાઈ લાંબરીયા, જેન્તિભાઈ ટોયટા એ પરીવારની રૂબરૂ મુલાકાત લઈને શાંતવના આપીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી. હવે સરકારશ્રી દ્વારા ક્યારે, કેટલા સમયમાં અને કુલ કેટલી સહાય મળશે તે જોવાનું રહ્યું અને તે આવનાર સમય જ બતાવશે.
કાલાવડના નાની ભગેડી ગામના ભરવાડ પરીવારના ૭૯ ઘેટાના મૌતથી અરેરાટી વ્યાપી, જંગલી પ્રાણીએ હુમલો કર્યાનો ફોરેસ્ટ વિભાગે આપ્યો અહેવાલ.