Junagadh : કોરોના વેક્સીન આપવાની ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું

હાલમાં જ સરકાર દ્વારા કોરોના અંતર્ગત વેકસિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે જેની તૈયારીના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના માંગરોળની સુનિધિ કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસિન આપવાની ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટ્રાયલમાં રસીકરણ કેન્દ્રમાં પ્રવેશ કર્યા બાદ કતારમાં ડિસ્ટન્સ સાથે ઉભા રહેવાથી લઇ હાથ સેનેટાઇઝ કરવા, મોબાઈલમાં આવેલા એસ એમ એસ અને આઈ ડી પ્રુફ ચકાસણી, ડોક્યુમેન્ટ ચેક કરાવી વેઇટિંગ રૂમમાં બેસવું, એપ્લિકેશનમાં નામ ચકાસણી અને ઓક્સિજન લેવલ માપવું, વેકસિન આપવાની સાથે સમજણ આપવી, ઓબજર્વેશન રૂમમાં બેસાડવા આ તમામ બાબતે મોકડ્રિલ કરવામાં આવી હતી.
આ ટ્રાયલમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી..