Junagadh : ખેડૂતનો પાક બળી જતા ખેડુતની હાલત દયનિય બની

વંથલી તાલુકાના કણઝડી ગામના ખેડૂતનો પાક બળી જતા ખેડુત ની હાલત દયનિય બની.
વંથલી તાલુકાના કણઝડી ગામના ખેડૂત કારાભાઈ તથા તેમના મિત્ર દુદાભાઈ અને હાજર અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂત કારાભાઈ એ તુવેર ના વાવેતર પર દવાનો છટકવા કરવા માટે વંથલીના જંતુનાશક દવાના વેપારી અમર ટ્રેડર્સ ને ત્યાંથી લઇ તેણે જણાવ્યા મુજબ બે કંપનીઓ ની જુદી જુદી દવાઓ નો મિશ્રણ કરવાથી તમને પાક અને ઉત્પાદન સારું મળશે તેવું કહેતા વેપારી પર ભરોસો રાખી તેમણે આપેલી દવાનો છટકાવ મેં અમારા ખેતરમાં ઉભેલી તુવેર દાળ પર કરતા દવા છાટવાના કારણે આજે અમારો આઠ વિઘાનો તુવેરનો પાક બળી ગયો છે.
ત્યારે અમે જમીનનું પણ પૃથક્કરણ કરાવ્યું તેમાં જમીન બાબત નો કોઈ વાંધો નથી તેવો રિપોર્ટ મળ્યો છે. તો અમુક જગ્યાએ અમે દવા નથી છાટી ત્યાં તુવેરના પાક ને કોઈ નુકશાન થયું નથી.જેથી સ્પષ્ટ થાય છે કે દવાનો છટકાવ કરવાથી આ પાક બળી ગયો છે ત્યારે જંતુનાશક દવાના વેપારીની સલાહ અને માર્ગદર્શક હેઠળ તેવો એ આપેલી દવા અમે તુવેરના વાવેતર પર છાટતા આજે અમારો પાક નિષ્ફળ ગયો છે.તેવુ અમારું માનવું છે.ત્યારે અમે ઉપયોગ કરેલી દવાના કારણે અમારો પાક બળી ગયો છે. ત્યારે વેપારી એ અમને વળતર આપવું જોઇએ તેવી અમારી માંગણી છે.તદ્ ઉપરાંત સરકાર પણ આ અમારો પાક નિષ્ફળ ગયો છે. તેની સહાય આપે તેવી અમારી રજુઆત છે.અને જો જંતુનાશક દવાના વેપારીને કારણે અમારા પાકમાં જે નુકશાન થયું છે જેનું વળતર દવા કંપનીઓ નહીં આપે તો અમારે ના છૂટકે દવા ઘટઘટાવવાનો વારો આવે તેવા સંજોગો નું નિર્માણ થયાનું આસપાસના ખેડૂતોની હાજરી માં કારાભાઈ તથા દુદાભાઈ એ જણાવ્યું હતું