Junagadh : ભાજપના અગ્રણીના રિસોર્ટમાં પોલીસ-SOGના દરોડા

જૂનાગઢ ભાજપના અગ્રણીના રિસોર્ટમાં પોલીસ-SOGના દરોડા, પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર સહિત 15 જુગારીઓની ધરપકડ.
જૂનાગઢમાં ભાજપના અગ્રણી કરશન ધડુકના એસેલ પાર્ક રિસોર્ટમાં પોલીસ અને SOGએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે કુલ 15 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપીને કાર્યવાહી કરી ધરી છે. જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુકની ધરપકડ કરી છે.
જૂનાગઢમાં એસેલ પાર્ક રિસોર્ટમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. રિસોર્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. ભાજપ અગ્રણીના રિસોર્ટમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રિસોર્ટમાંથી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુક અને 2 મહિલા સહિત કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ જુગારીઓ પાસેથી મોટી રોકડ રકમ 14.લાખ અને મોંઘીદાટ કારો મળી ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.. ગોંડલ પંથકમાં જુગાર બંધ થતાં આ જુગારધામ જૂનાગઢમાં શરૂ કરવામાં આવ્યું હતું.મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે. હજુ પણ પોલીસ અને SOGની સંયુક્ત તપાસ ચાલુ છે. ભાજપના અગ્રણીની હોટલમાં જુગારધામના પર્દાફાશથી ચકચાર મચી છે ...