Junagadh : ભેસાણમાં મકરસંક્રાંતિની ઉજવણી ગરબા ગાઈ કરવામાં આવી

ભેસાણમાં મકર શક્રાંતિની ઉજવણી ગરબા ગાઈ કરવામાં આવી
ભેસાણમાં મકર શક્રાંતિનો પવિત્ર તહેવાર હોય ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જાહેરમાં પતંગો ચગાવવી તેમજ જાહેર કાર્ય ક્રમો કોવિડની સ્થિતિને દયાને લઈ સરકાર દ્વારા મનાઈ ફરવામાં આવેલ હોય ત્યારે ભેસાણ માં સવારથીજ પતંગ ચગાવવા ધરના સભ્યો અગાસી ઉપર વિવિધ જાતોની પતંગો ફિરકીઓ લઈ નાના બાળકોથી લઈ યુવાનો તલનીચીકી, લાડુ બ્રેકફાસ્ટ લઈને ધાબા ઉપરજ આખો દિવસ ઇન્જોય કરી પતંગ ઉત્સવ મનાવ્યો
હિન્દૂ ધર્મ પ્રમાણે સૂર્ય એક રાશિમાંથી બીજીરાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે ખાસ કરીને ધનુરાસીમાંથી સૂર્ય મકરરાસીમાં સ્થાનાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે સૂર્ય ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે તમામ ઉંમરના લોકો હદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્રો પરિધાન ધારણ કરીને વહેલી સવારથીજ ધરની અગાશીઓ પર ચડીને પતંગ ચગાવે છે