Junagadh : માંગરોળમાં સરકાર દવારા ટેકાના ભાવે મગફળી ખરીદિ શરૂ કરાઇ

માંગરોળમાં સરકાર દવારા ટેકાના ભાવે મગફળી ખરીદિ શરૂ કરાઇ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સરકાર દવારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદિ શરૂ કરવાની શરૂઆત
માંગરોળના એ પી એમ સી ખાતે કરાઇ હતી જેમાં વેચનાર પંદર જેટલા ખેડુતોને મેસેજ કરીને આજે બોલાવાયા હતા પરંતુ એકપણ ખેડુત મગફળી વેચાણ કરવા આવ્યા ન હતા પરંતુ તમામ કર્મચારીતો સવારના સાત વાગ્યાના પહોચી ગયા હતા
જયારે ખેડુતોને પુછવામાં આવતાં ખેડુતો જણાવી રહયા છે કે સરકાર દવારા ટેકાના ભાવ એકવીશ હજાર એકસો આપવામાં આવે છે જે સરકાર ખેડુતોને લોલીપોપ સમાન ગણાવાયા હતા જયારે હાલ મગફળી બજાર કીંમત ચોવીશ હજાર આસપાસ હોય જેથી હાલના મોંઘવારીના જમાનામાં સરકાર ખેડુતોને લોલીપોપ આપી રહી હોવાનું જણાવ્યું હતું
જયારે એ પી એમ સી ખાતે ખરીદી કરનાર કર્મચારીઓ સવારથીજ ખેડુતોની રાહમાં બેસતા જોવા મળીયા હાતા