Katchh : કાળી તલાવડી ગામે ગેટકોના 66 કેવીના બે સબ સ્ટેશનોનું લોકાર્પણ

કચ્છનાં ભુજ તાલુકાના કાળી તલાવડી ગામે ગેટકોના 66 કેવીના બે સબ સ્ટેશનોનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું,રૂ.713 લાખના ખર્ચે બનાવાયેલા સબ સ્ટેશન થકી 8 ગામોના 2350 લાભાર્થીઓને હવે સમયસર વીજ પુરવઠો મળતો થશે
ગુજરાત એનર્જી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ ગેટકોના કાળી તલાવડી અને ચંદીયા 66 કેવીના સબ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,રૂ.388 લાખના ખર્ચે કાળી તલાવડી અને રૂ.325 લાખના ખર્ચે ચંદિયા સબસ્ટેશન બનાવાયું છે,આ થકી અહીંના ગામો ચપરેડી,અટલ નગર,વાડા, ભાલોટ,લાખોન્દ,ચંદિયા,કાળી તલાવડી અને મખિયાણા મળી કુલ 8 ગામોના 2350 ગ્રાહકોને સમયસર વીજળીનો લાભ મળશે આ તકે રાજયમંત્રી અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખ વાસણભાઇ આહિરે જણાવ્યું કે,કચ્છમાં સબ સ્ટેશનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને પગલે ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વિજપુરવઠો મળી રહ્યો છે જિલ્લામાં 135 સબસ્ટેશનો કાર્યરત છે ઉપરાંત 66 કેવીના 121 સબસ્ટેસનો મારફતે વીજળી પહોંચાડવામાં આવી રહી છે