Katchh : ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે ભુજ શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,સ્વામી વિવેકાનંદના વિચારો યુવા વર્ગમાં ધબકતા રહે અને યુવાઓને પ્રેરણા મળી રહે તે માટે સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે,15 થી વધુ જગ્યાએ જિલ્લામાં બાઇક રેલી યોજવામાં આવી છે.. સરકાર દ્વારા ઉત્તરાયણમાં લોકોને છત પર લાઉડ વગાડવાની મંજૂરી અપાઈ નથી જ્યારે ભાજપની આ બાઇક રેલી ડીજે સાથે યોજવામાં આવી હતી તેમજ પોલીસ કર્મચારીઓ ઉભા ઉભા રેલી પણ નિહાળતા હતા ભાજપના લોકો માટે કાયદાઓ લાગુ પડતા નથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે આ બાઇક રેલી ભુજ શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તેવું યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું.