Katchh : શાળાઓમાં કોરોના મહામારીને પગલે લાગુ થયેલું વેકેશન પૂર્ણ

કચ્છની શાળાઓમાં કોરોના મહામારીને પગલે લાગુ થયેલું વેકેશન અંતે સમાપ્ત થયું છે આજથી ધો.10 અને 12ની શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફમાં પણ ખુશી છલકાઈ છે કોરોના મહામારીના કારણે દસ મહિના બાદ આજથી કચ્છમાં શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ જીવંત બની છે,સરકારની સૂચના પ્રમાણે ધો.10 અને 12 ની શાળાઓ આજે કચ્છમાં શરૂ થઈ છે જિલ્લામાં બોર્ડના અંદાજે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ આપતા શાળાઓ ગુંજતી થઈ છે શાળામાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરી સેનિટાઈઝર આપી પ્રવેશ અપાયો હતો સાથે કોવિડ નિયમોના પાલનની બાંયધરી લેવાઈ છે ભુજ ઉપરાંત લખપત, અબડાસા,નખત્રાણા, માંડવી,મુન્દ્રા,ગાંધીધામ, અંજાર,ભચાઉ,રાપરમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે