Katchh : સમગ્ર રાજ્યમાં લોકો કરી રહ્યા છે મકરસંક્રાંતિ ની ઉજવણી

આજે મકરસંક્રાતીનો પર્વ છે સમગ્ર રાજ્યમાં આજે લોકો આકાશમાં ઊંચે પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરતા હોય છે,આજના દિવસે દાન અને પુણ્યનો પણ અનેરો મહિમા વહે,આજથી શુભ કાર્યોની શરૂઆત થાય છે,કમુરતા પુરા થઈ જતા આજથી શુભકાર્યોના શ્રી ગણેશ થાય છે,ભુજમાં પણ લોકોએ આજે દાન પુણ્ય કરી તહેવાર ઉજવ્યો છે,ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ, કૂતરાઓને બિસ્કિટ વગેરે દાન પુણ્ય કરી તહેવારની ઉજવણી કરવામાં આવી છે,સમગ્ર ક્ચ્છ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે લોકો તહેવાર ઉજવી રહ્યા છે સાથે સેવાકીય કામગીરી કરીને પુણ્યનું પણ ભાથું બાંધી રહ્યા છે