Katchh : હવે, ડોકટર બનવા માટે પૈસા નહીં, ઇચ્છાશક્તિ જોઈશે

'હવે, ડોકટર બનવા માટે પૈસા નહીં, ઇચ્છાશક્તિ જોઈશે.'
સમગ્ર કચ્છ,ગુજરાત અને ભારતના સાયન્સ સ્ટ્રીમના બાળકો જો ઈચ્છે તો ડૉક્ટર બની ને પોતાની સર્વશ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે, વગર પૈસે.
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના આત્મનિર્ભર ભારત બનાવવાના આહવાનને ખૂબ જ પ્રામાણિક પણે અને ગંભીરતાથી ઝીલી લઈને ધ તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ભુજ અને કચ્છની એક માત્ર કોલેજ ચાણક્ય કોલેજ ઓફ ફિઝિઓથેરાપી કે જેનું હાલમાં જ પ્રથમ બેચ 100% પરિણામ સાથે બહાર પડ્યું છે એમના ટ્રસ્ટીશ્રીઓએ 12 સાયન્સ બાયોલોજી સબ્જેક્ટ સાથે પાસ આઉટ કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતની દીકરી-દીકરાઓ માટે પુરા 4 વર્ષ અને 6 મહિનાના ફિઝિઓથેરાપીસ્ટ કોર્ષ દરમિયાન એક પણ રૂપિયો ફી લીધા વગર ડોક્ટર બનવાની ખૂબ જ ઉમદા તક આ વર્ષ 2020 થી આપવાનું પ્લાનિંગ કર્યું છે.
ફિઝિઓથેરાપી ટ્રીટમેન્ટ હવે ખૂબ વિસ્તાર પામી છે. સ્પોર્ટ્સ, ન્યુરો,ઓર્થો, કાર્ડિઓ, પીડિયા, જેવા અનેક એરિયામાં પોતાના નોલેજ સાથે રોબોટિક્સ જેવા અનેક લેટેસ્ટ ગેજેટ્સ ના ઉપયોગથી આશ્ચર્યજનક સફળતાના પરિણામ પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદેશમાં જે મેડિકલ શાખા અત્યંત ઉચ્ચ માન સન્માન મેળવી રહી છે અને દિન-પ્રતિદિન ભારતમાં જેનું ભવિષ્ય ખૂબ જ ઝડપથી ઉજજવળતા પૂર્વક વિસ્તરી રહ્યું છે એવી ફિઝિઓથેરાપી ડોક્ટરની ડિગ્રી મેળવી, સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, લોકો ની સેવા કરવાના ઉમદા ધ્યેય સાથે પોતાનું સ્વતંત્ર ક્લિનિક સ્ટાર્ટ કરી શકાય છે.
દીકરી કે દીકરો પોતાનું ક્લિનિક સ્ટાર્ટ કરી, આત્મનિર્ભર બનીને પોતાની આવકમાંથી પોતાની ફી વગર વ્યાજના સાવ નાનકડા સરળ માસિક હપ્તામાં ભરી શકે છે.
માં બાપ પર એક પણ રૂપિયા નો આર્થિક બોજો આવ્યા વગર ડોકટર બનવાનું સ્વપ્ન પૂરું કરી, પોતે આત્મનિર્ભર બની લોકોની સેવા કરી દેશને સ્વસ્થ અને મજબુત બનાવવા આ નવતર સંકલ્પનો લાભ લેવા તમામ જ્ઞાતિના બાળકો અને એમના માતાપિતા ને વિચારવા જેવું છે. આ યોજનાની માહિતી માટે 72039 33817/99832 29228 આ નમ્બર પર સંપર્ક કરી વાલીશ્રીઓ માહિતી મેળવી શકશે.
ચાણક્ય કોલેજ ઓફ ફિઝિઓથેરાપી દ્વારા સમગ્ર ભારતમાં પ્રથમ વખત દેશના વડાપ્રધાન ના આત્મનિર્ભર ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા અને ખાસ ભારપૂર્વક વધુમાં વધુ દીકરીઓ હાયર એજ્યુકેશન લઈ, ડોક્ટર ની ડિગ્રી મેળવીને બે પરિવારનું નામ રોશન કરે અને પોતે આજીવન આત્મનિર્ભર બની રહે એવી ઉચ્ચ ભાવના સાથે મુકેલી આ નવતર યોજના એવા દરેક દીકરી - દીકરાને આત્મવિશ્વાસ આપે છે જેમને દેશ માટે, સમાજ માટે અને પોતાના આત્મગૌરવ માટે કંઈક કરવું છે.
આ સમગ્ર યોજનાની માહિતી ટ્રસ્ટના ચેરમેન શ્રી વાડીલાલભાઈ સાવલા, વાઈસ ચેરમેન શ્રી સંદીપભાઈ દોશી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ મેહતા, સી.ઇ. ઓ. મેડમ શ્રી મેહવિશ મેમણ અને કોલેજ ના આચાર્ય ડો. રાજકિરણ ટિકુ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.