Kotdasangani : પોલીસ સ્ટેશન ખાતે વાર્ષીક ઈન્સપેકશન યોજાયુ

કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર ની સાથે વાર્ષીક ઈન્સપેકશન યોજાયુ હતુ.જેમા પોલીસ સ્ટેશન વીસ્તારમા સુલેહ અને શાંતિ ભર્યો માહોલ રહ્યો હોવાથી સ્થાનિક પોલીસની પ્રશંસા થવા પામી હતી.
કોટડાસાંગાણી પોલીસ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો.જેમા કોવીડ લઈને સાવચેતી પુર્વકની ખાસ તકેદારી માટે એસ પી બલરામ મીણા લોકોને સુચન કરાયુ હતુ.લોક સંવાદ વખતે લોકોએ પોલીસની કામગીરીને બીરદાવી હતી.અને સતાપરમા અસામાજિક તત્વોને નાથવામા પોલીસ સફળ રહી હતી.જેની પ્રશંસા પણ થવા પામી હતી. લોક દરબારમા ફરીયાદો ઉઠવાને બદલે પોલીસની પ્રસંશનીય કામગીરીને લોકોએ એસ પી સમક્ષ રજુ કરી હતી. ત્યારે એસ પી. ડિવાય એસ પી. સીપીઆઈના. હાથે વૃક્ષારોપણ અને ગામના જરૂરિયાત મંદ લોકોને ધાબળાનુ વીતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તાલુકાના આગેવાનો અને સરપંચો સહીતના ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્થાનિક પોલીસની કામગીરીને આગેવાનોએ બીરદાવી હતી.ત્યારે પોલીસ પરીવારે માનવતા મહેકાવી ગામના જરૂરિયાત મંદ લોકોને ધાબળાનુ વીતરણ કર્યુ હતુ.