Limbdi : નગરપાલિકાની બેઠકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

લીંબડી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
લીંબડી નગરપાલિકા માટે કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી
આગામી આવનાર સ્વરાજ્યની લીંબડી નગરપાલિકા ની ચૂંટણી ને લઈને લીંબડી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લીંબડી શહેર માં આવેલ 9 વોર્ડ ની 27 બેઠકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, લીંબડી નગરપાલિકા ની ચૂંટણી ના પ્રભારી ચેતનભાઈ ખાચર, કલ્પનાબેન મકવાણા, જિલ્લા પંચાયત માજી. સદસ્ય ભગિરથસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલભાઈ સિંગલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કુલ 27 સીટો માટે કેટલાક અલગ અલગ વોર્ડ માંથી ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી હતી.
લીંબડી નગરપાલિકા ના વોર્ડમાં 27 સીટ માટે કેટલાંક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેના સેન્સ લેવાઈ હતી.