Limbdi : સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી

લીંબડી સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ
લીંબડી ગ્રામ્ય યુવા મોરચા, ભાજપના યુવા ટીમ દ્વારા બાઇક રેલી યોજી
લીંબડી તાલુકાનાં શિયાણી ગામે યુવા ભાજપ લીંબડી ગ્રામ્ય મંડળ દ્વારા સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે સ્વામિ વિવેકાનંદજીનાં સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવ્યાં હતાં. બાદમાં શિયાણી થી પાણશીણા સુધી બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય કિરીટસિંહ જીતુભા રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં લીંબડી તાલુકાના ગ્રામ્ય મંડલ ના પ્રમુખ દશુભા રાણા, મહામંત્રી ગોવિંદભાઇ લકુમ, મહામંત્રી લાલજીભાઈ કમેજળીયા, પુવઁ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા,તાલુકા પંચાયત સભ્ય ખેંગારસિંહ બોરાણા, સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના મંત્રી રવિરાજસિહ જાડેજા,તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા , મહામંત્રી વનરાજસિંહ બોરણા, ભરતભાઈ પરનાળીયા, ઉપપ્રમુખ શ્રીપાલસિંહ રાણા અને તમામ યુવા ભાજપના કારોબારી સભ્યો બાઈક રેલીમાં જોડાયા હતા.