Morbi : ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના વેકસિન પહોંચી ગઈ

આવતીકાલે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં કોવિડ-19 વેકસિન કાર્યક્રમને લીલી ઝંડી બતાવવાના છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના વેકસિન પહોંચી ગઈ છે. તમામ રસી કેન્દ્રો પર રિહર્સલ થઈ ચૂક્યા છે. જેમાં મોરબી જિલ્લામાં બે સ્થળો પર વેકસિનેશન કાર્યક્રમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
મોરબીમાં પબ્લિક ફેસેલિટી કેટેગરી હેઠળ મોરબી જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) અને સાપકડામાં પી.એચ.સી. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અનુક્રમે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં થશે.આવતીકાલે ૧૬ તારીખે શરૂ થવા જઈ રહેલા રસીકરણ કાર્યક્રમ માટે અગાઉ વ્યાપકપણે કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને 50 વરસથી મોટી ઉંમરના લોકોના નામની નોંધણી થઈ ચૂકી છે. જેઓને મેસેજ મળ્યે ઉક્ત કેન્દ્રો પર ક્રમશઃ બોલાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે હાલ મોરબીના બન્ને કેન્દ્રો પર ૧૦૦ – ૧૦૦ હેલ્થ વર્કરોને મેસેજ મોકલવા આવશે એક સેશનમાં ૧૦૦ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ મુકવામાં આવશે. ત્યાર બાદ બીજા ડોઝ માટે કેટલા દિવસો બાદ ફરી પાછા આવવા માટેની તારીખો જાહેર થશે.