Morbi : પેટા ચૂંટણીને પગલે મહિલા કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ

મોરબી પેટા ચૂંટણીને પગલે મહિલા કોંગ્રેસની રેલી યોજાઈ
મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે બંને પક્ષો પ્રતિષ્ઠાનો જંગ જીતવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે અને પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં આજે મોરબીમાં મહિલા કોંગ્રેસની આગેવાની હેઠળ રેલી યોજાઈ હતી
રાજકોટ મહિલા કોંગ્રેસ અગ્રણી ગયાત્રીબા વાઘેલા અને નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે મહિલા કોંગ્રેસે રેલી યોજી હતી શહેરના રવાપર રોડ પરના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી પ્રારંભ કરવામાં આવ્યો હતો જે રેલી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ સહિતના મુખ્યમાર્ગો પર ફરી હતી અને કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી મોરબી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલના સમર્થનમાં મહિલા કોંગ્રેસે રેલી યોજી હતી